શાકભાજીના ભાવમાં કડાકો

શાકભાજીના ભાવમાં કડાકો
નવી મુંબઈ, તા. 8 : સોમવાર સાંજથી શુક્રવાર સુધી પડેલા સતત વરસાદને કારણે અહીંની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની શાકભાજી બજારમાં શાકભાજીનાં ભાવમાં કડાકો બોલાયો છે.
મુંબઈ અને નવી મુંબઈમાં છૂટક વિક્રતાઓએ તેમનો વેપાર બંધ રાખતાં ગ્રાહકોની સંખ્યા પણ ઓછી થઈ છે. આથી શાકભાજીના જથ્થાબંધ ભાવમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો છે. કેટલાક પ્રમાણમાં માલ વેંચાયા વિનાનો રહે છે.
રાજ્યભરમાં મુશળધાર વરસાદ પડતાં ગુરુવારે એપીએમસીમાં ફક્ત 267 ગાડી જ શાકભાજીની આવી હતી, પણ એમાંથી પણ 20 ટકા માલ વેંચાયો નહોતો. જથ્થાબંધ બજારમાં ભાવ ઘટયો છે અને છૂટક માર્કેટમાં પણ ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોને સસ્તી શાકભાજી મળી રહી છે. આગામી કેટલાક દિવસ ભાવ ઓછા રહેવાની શક્યતા વર્તુળોએ વ્યક્ત કરી હતી.
શાકભાજીની જથ્થાબંધ ભાવ
31 જુલાઈ                7 અૉગસ્ટ
ભીંડા- 16થી 30રૂા. - 10થી 26રૂા. 
દૂધી-કોળું- 12થી 18 - 10થી 16
ફણસી - 50થી 55 -   30થી 40
ગુવાર - 40થી 60 -    30થી 40
ઘેવડો - 36થી 42  -   30થી 40
કારેલાં - 20થી 30 -   18થી 24
કોબી - 10થી 16 -    10થી 14
સરગવાની સિંગ - 40થી 50 - 30થી 40
રીંગણા - 20થી 25 - 16થી 20
એપીએમસી શાકભાજી માર્કેટના ડાયરેક્ટર શંકર પીંગળેએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી રોડ પરના ફેરિયાનો વેપાર બંધ છે. 
ગ્રાહકો ઓછા થયા હોવાથી આગામી બે ત્રણ દિવસ આવી જ પરિસ્થિતિ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer