મુંબઈમાં ચોમાસું સોમવારથી ફરી સાત દિવસ સક્રિય થવાની આગાહી

મુંબઈમાં ચોમાસું સોમવારથી ફરી સાત દિવસ સક્રિય થવાની આગાહી
મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં નૈઋત્વનું ચોમાસું 10 અૉગસ્ટથી ફરી સક્રિય થશે અને આગામી સાત દિવસ સુધી વરસાદ પડતો રહેશે, એવું આજે ભારતીય હવામાન ખાતાએ જાહેર કર્યું હતું.
બુધવારે મુંબઈ અને પડોશી જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડયો હતો અને છેલ્લા બે દિવસમાં તેની તીવ્રતા ઓછી થઈ છે.
હવામાન ખાતાએ કહ્યું હતું કે મુંબઈ સહિત રાજ્યના પશ્ચિમ કિનારે 10થી 11 અૉગસ્ટે ચોમાસું ફરી સક્રિય થશે અને આ સ્થિતિ સપ્તાહ સુધી ચાલુ રહેશે, એમ ભારતીય હવામાન ખાતાના મુંબઈ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે.એસ. હોસલીકરે જણાવ્યું હતું.
5 અૉગસ્ટ બુધવારે સવારે 8.30થી ગુરુવારે સવારે 8.30 વાગ્યા સુધી કોલાબા વેધશાળાએ તળ મુંબઈમાં 332 મિલિમીટર (13 ઇંચથી વધારે) વરસાદ નોંધ્યો હતો જ્યારે સાંતાક્રુઝ વેધશાળાએ એ સમયમાં 146 મિલિમીટર (લગભગ 6 ઇંચ) વરસાદ નોંધ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer