અભિષેક બચ્ચન 28 દિવસે કોરોના નેગેટિવ : હૉસ્પિટલમાંથી રજા અપાઈ

અભિષેક બચ્ચન 28 દિવસે કોરોના નેગેટિવ : હૉસ્પિટલમાંથી રજા અપાઈ
મુંબઈ, તા. 8 : બૉલિવુડ અભિનેતા અભિષેક બચ્ચને પણ કોરોનાને માત આપી છે. એનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અભિષેકનો ઇલાજ નાણાવટી હોસ્પિટલ ખાતે ચાલી રહ્યો હતો. અભિષેકે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 
અભિષેક બચ્ચન કોરોના સંક્રમિત થયા બાદ નાણાવટીમાં સારવાર ચાલી રહી હતી. 28 દિવસ બાદ અભિષેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ અંગેની જાણકારી ટ્વીટર પર આપવાની સાથે અભિનેતાએ એના ચાહકોનો આભાર માન્યો હતો. અભિષેકે લખ્યું હતું કે મને કોરોના થયો ત્યારે મેં આપ સર્વેને કહ્યું હતું કે હું કોરોનાને માત આપીશ. આપ સર્વેએ મારા માટે કરેલી પ્રાર્થના માટે આભાર માનું છું. નાણાવટી હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સે મારા માટે જે કંઈ કર્યું એ માટે તેમનો પણ આભાર.
સંજય દત્ત હૉસ્પિટલમાં
અભિનેતા સંજય દત્તને શ્વાસની તકલીફ થતા તેને બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે રાહતની વાત એ છે કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer