હવે લોકલ ટ્રેનોમાં 20થી 30 ટકા પ્રવાસીઓને પ્રવાસની છૂટ આપી શકાય : નિષ્ણાતોનો મત

સીરો સર્વેના રિઝલ્ટ પ્રોત્સાહજનક
મુંબઈ, તા. 8 : મુંબઈની લોકલ ટ્રેનમાં હવે ધીમેધીમે 20થી 30 ટકા પ્રવાસીઓને પ્રવાસ કરવાની પરવાનગી આવી શકાય એવું તાતા ઈન્સ્ટિટયૂટ અૉફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર) ના વૈજ્ઞાનિકોને લાગે છે. તાજેતરમાં ટીઆઈએફઆર 
દ્વારા મુંબઈ મહાપાલિકા અને ઇન્ડિયન કાઉન્સિલ અૉફ મેડિકલ રિસર્ચ (આઈસીએએમઆર)ના સહયોગમાં શહેરના ત્રણ વૉર્ડમાં સીરો સર્વે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કેટલાંક લોકોમાં કોરોના વિરુદ્ધ એન્ટિબૉડી વિકસ્યાં છે એ જાણવા માટેનો આ સર્વે હતો.
મિશન અનલૉક શરૂ થયું ત્યારથી લોકલ ટ્રેનમાં માત્ર આવશ્યક સેવાનાં કર્મચારીઓને જ પ્રવેશ કરવાની છૂટ છે. હાલ પરાંની ત્રણ રેલવે લાઈનની રોજ 700 ટેનમાં માંડ ત્રણ લાખ લોકો જ પ્રવાસ કરી રહ્યાં છે. લૉકડાઉન પહેલાં રોજ 75 લાખથી વધુ પ્રવાસી પ્રવાસ કરતા હતા.
વૈજ્ઞાનિક પ્રોફેસર ઉલ્લાસ કોલપુર અને પ્રોફેસર સંદીપ જૂનેજા ઙ્ગઙ્ઘમુંબઈ સીરો સર્વે  : હકીકતો અને પૃથ્થકરણઙ્ખઙ્ખ વિષય પર એક અૉનલાઈન મુલાકાતમાં બોલતાં જણાવ્યું હતું કે અમારો અભ્યાસ એ વાતને ટેકો આપે છે કે સાવધાની રાખીને ધીમેધીમે લોકલ ટ્રેનોની પ્રવાસી ક્ષમતા વધારવી જોઈએ. લોકોમાં ચેપનું પ્રમાણ જોઈને ક્ષમતા વધારી શકાય. શરૂઆતમાં જો 20થી 30 ટકા જેટલી ક્ષમતા કરવામાં આવશે તો ચેપમાં મોટો વધારો નહીં થાય. અને ચેપ લાગે તેમને સાજા કરી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.
જૂનેજાએ કહ્યંy હતું કે, બધી સામાન્ય લોકલ સેવાઓ એકાએક શરૂ કરી શકાય નહીં. સામાન્યરીતે રોજ લોકલ ટ્રેનોમાં 75 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને સવાર સાંજ  ઘસારાના સમયે પ્રતિ ચોરસ મીટરમાં 04 જણ પ્રવાસ કરતા હોય છે એના બદલે પ્રતિ ચોરસ મીટર એક જણને પ્રવાસ કરવા દેવામાં આવે તો ટ્રેનોમાં પ્રવાસીની ક્ષમતા 30 ટકા થાય તો રોજનાં લગભગ 24 લાખ પ્રવાસી બરાબર થાય. દરેક અૉફિસોનાં સમયમાં ફેરફાર અને પાળીઓમાં કામ કરવાનો નિયમ બનાવાય તો આ શક્ય બની શકે, એમ જૂનેજાએ જણાવ્યું હતું.
ટીઆઈએફઆરના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અભ્યાસમાં જોવામાં આવ્યું હતું કે વધુ પ્રમાણમાં લોકોના એન્ટિબૉડી તૈયાર થઈ છે અને કેસમાં થઈ રહેલો ઘટાડો દર્શાવે છે કે ઝૂંપડપટ્ટીઓમાં ચેપ ઘટી ગયો છે.
સીરો સર્વેના અહેવાલ પ્રમાણે ઝૂંપડપટ્ટીઓમાં 57 ટકા લોકોમાં એન્ટિબૉડી મળી આવી હતી. જ્યારે હાઉસિંગ સોસાયટીઓમાં એનું પ્રમાણ 16 ટકા જેટલું હતું.
એક મહત્ત્વનું તારણ એ નીકળ્યું છે કે પાલિકા પાસે નોંધાયેલા કેસોના પ્રમાણમાં એન્ટિબૉડી ધરાવતા લોકોની સંખ્યા વધુ છે એનો અર્થ એવો થયો કે મોટી સંખ્યામાં લોકો એસિમ્પટોમેટિક (કોરોનાના લક્ષણ નહીં ધરાવતાં) છે. શક્ય છે કે મોટી સંખ્યામાં લોકોને હળવાં લક્ષણો હતાં અને તેઓ પોતાની મેળે સાજા થઈ ગયા હતા અથવા સામાન્ય ફ્લુની દવાથી સાજા થઈ ગયા હતા, એમ કોલપુરેએ જણાવ્યું હતું.
ઝૂંપડપટ્ટીઓમાં કોરોનાનો મૃત્યુદર ઘણો ઓછો છે. એનો અર્થ એવો થાય કે ત્યાં યુવાનોની સંખ્યા વધુ છે અને તેમનામાં રોગપ્રતિકાર શક્તિ પણ વધારે છે. એમ જૂનેજાએ કહ્યં હતું.
ઝૂંપડપટ્ટીઓમાં લોકોને અન્ય બીમારીઓ પણ ઓછી જણાઈ હતી. બિનઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તે વધુ જણાઈ હતી. 10મી અૉગસ્ટથી આ જ ત્રણ વૉર્ડમાં બીજો સીરો સર્વે શરૂ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer