દાણાબંદરમાં ગુરુવારથી રોજ લોડિંગ-અનલોડિંગ થશે

નવી મુંબઈ, તા. 8 : અહીંની જથ્થાબંધ માર્કેટ દાણાબંદરમાં ગુરુવાર, 13 અૉગસ્ટથી માલના લોડિંગ અને અનલોડિંગનું કામ દરરોજ કરવામાં આવશે. અત્યાર સુધી લોકડાઉનના સમયમાં એક દિવસ લોડિંગ અને એક દિવસ અનલોડિંગનું કામ થતું હતું.
`ગ્રોમા'ના મંત્રી અમૃતલાલ જૈન, એપીએમસીના ડાયરેકટર નિલેશ વીરા, માથાડી નેતાઓ શશીકાંત શિંદે, નરેન્દ્ર પાટીલ, ટ્રાન્સપોર્ટના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, એમ ગ્રોમાના મંત્રી ભીમજીભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે બજાર ખૂલી રહેવાનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. તેમણે જણાવ્યું હતું કે બજારના સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ફરજિયાત ઉપયોગ વગેરે નિયમોનું કડક પાલન કરવામાં આવશે. આ ઉપરાંત વેપારીઓ, દલાલભાઈઓ, ટ્રાન્સપોર્ટરો, માથાડી કામદારોને આપવામાં આવેલા ઓળખપત્રોની મુદત વધારીને 31 અૉગસ્ટ, 2020 સુધીની કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer