વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ

આખા જીઆઈડીસી વિસ્તારમાં ગભરાટ  
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 8 : વાપી જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે સવારે અચાનક આગ લાગતા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વાપી ફાયર વિભાગ ઘટના સ્થળે પંહોચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ આગની દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે.    
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી જીઆઇડીસીમાં આવેલી શકિત બાયો કેમિકલ  નામની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. મોટા અવાજ સાથે બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. કેમિકલના કારણે આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી સમગ્ર જીઆઇડીસીમાં જોવા મળ્યા હતા. જેના કારણે જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. ત્રણ કલાકની મસકત બાદ ફાયર વિભાગે આગ કાબૂમાં લીધા બાદ કાલિંગની કામગીરી શરૂ કરાઈ હતી. આ આગમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. આગની ઘટનાને લઈને વાપી પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer