ટ્રમ્પે અમેરિકનોને નોકરી આપવાના એક્ઝિક્યુટિવ અૉર્ડર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકનો અને ગ્રીનકાર્ડ ધારકોને નોકરીમાંથી કાઢી મૂકવા અને વિદેશી કામદારોની નિયુક્તિ પર પ્રતિબંધ : ટ્રમ્પ
રાજેન્દ્ર વોરા તરફથી 
વાશિંગ્ટન, તા. 8 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી ઓગસ્ટે બિઝનેસ ઇમિગ્રેશનને એક નવો ઝટકો આપ્યો હતો, ટ્રમ્પે એક વહીવટી આદેશ જારી કર્યો હતો જેમાં સંઘીય એજન્સીઓ દ્વારા  એચ -1 બી વિસા ધારકોની નિયૂક્તિ પર પ્રતિબંધ મૂકાયો છે. 
નોકરીદાતાઓને (કંપનીઓને) એચ -1 બી વિસા ધારકોને અન્ય કર્મચારીની જગ્યાએ ખસેડવાની પ્રતિબંધિત નીતિઓના અમલ માટે લેબર ડિપાર્ટમેન્ટને અધિકૃત કરવામાં આવ્યો છે. 
આ આદેશમાં જણાવાયું હતું કે સરકાર માને છે કે પહેલા અમેરિકનોને નોકરીની ઓફર કરવી જ જોઇએ, અમેરિકાભરના ફેડરલ એમ્પ્લોયરો લાયક અમેરિકનોને નોકરીમાંથી પાણીચુ આપીને અન્ય દેશોના કર્મચારીઓની ભરતી કરે એ અયોગ્ય ઠરશે.  
આ એક્ઝિક્યુટિવ ઓર્ડર, ફેડરલ એજન્સીઓને અમેરિકન કામદારોને કાઢીને ઓછા વેતને વિદેશી કર્મચારીઓની ગેરવાજબી ભરતી અટકાવવા માટે મદદ કરશે, એમ ટ્રમ્પે કહ્યું હતું. આ હુકમથી તમામ સંઘીય એજન્સીઓને આંતરિક ઓડિટ પૂર્ણ કરવાની અને સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેઓ ફક્ત અમેરિકાના કે ગ્રીન કાર્ડ ધરાવતાના નાગરિકોને નોકરીએ લેવામાં આવે છે, એ આવશ્યકતાનું પાલન કરે છે કે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer