દેવેન્દ્ર ફડણવીસને વર્લ્ડ હૅલ્થ અૉર્ગેનાઈઝેશન માર્ગદર્શન માટે બોલાવી શકે છે : ઉદ્ધવ ઠાકરે

દેવેન્દ્ર ફડણવીસને વર્લ્ડ હૅલ્થ અૉર્ગેનાઈઝેશન માર્ગદર્શન માટે બોલાવી શકે છે : ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, તા. 1 : દેવેન્દ્ર ફડણવીસને ડબ્લ્યુએચઓ માર્ગદર્શન માટે બોલાવી શકે છે, એવો ટોણો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ માર્યો છે. ફડણવીસે કહ્યું હતું કે કોરોનાના અપૂરતા પરીક્ષણોના કારણે મહારાષ્ટ્રમાં કેસ અને મૃત્યુની સંખ્યા વધી રહી છે.
ઠાકરેને આ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ફડણવીસ વિદ્વાન છે. વિશ્વ આરોગ્ય સંગઠન ડબ્લ્યુએચઓ દ્વારા તેમને માર્ગદર્શન માટે બોલાવવામાં આવી શકે છે.  
ઠાકરેએ જણાવ્યું હતું કે કોરોનાનો ફેલાવો રોકવા ભીડ ટાળવી, સતત હાથ ધોવા અને માસ્ક પહેરવું જોઈએ. રાજ્યમાં હાલમાં અનલૉકની પ્રક્રિયા ચાલી રહી છે. 
કેટલાક સ્થાનોને ફરીથી લૉકડાઉન કરવું પડ્યું કારણ કે ત્યા કોરોનાના ફેલાવા પર અંકુશ આણવાનો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer