સરકાર સોનામાં કાળા નાણાંનું રોકાણ કરનારાને વધુ એક તક આપવા માગે છે

સરકાર સોનામાં કાળા નાણાંનું રોકાણ કરનારાને વધુ એક તક આપવા માગે છે
કરચોરી ડામવા ગેરકાયદેસર સોનામાં કરમાફીની યોજનાની વિચારણા 
નવી દિલ્હી, તા. 1 : સોનામાં કળા નાણાંનું રોકાણ કરનારાઓને સ્વચ્છાએ તેની જાહેરાત કરવા દેવાની એમ્નેસ્ટી સ્કીમની દરખાસ્ત અત્યારે વડા પ્રધાન નરેન્ર્દ મોદીના ટેબલ ઉપર પડી છે. 
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મોકલેલી આ યોજના અનુસાર જેઓ આવકવેરા ડિપાર્ટમેન્ટ સમક્ષ નિશ્ચિત સમયમાં સોનાના સંગ્રહની જાહેરાત કરશે તેના ઉપર કર અને પેનલ્ટી લગાડીને આગળની દંડાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. 
નાણાં મંત્રાલયે તૈયાર કરેલી આ દરખાસ્તનો હેતુ સોનાની આયાત ઘટાડવાનો છે. જોકે સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રસ્તાવ હજી પ્રારંભિક તબક્કામાં છે અને તેના વિષે સંબંધિત અધિકારીઓના પ્રતિભાવ પણ જાણવા માંગવામાં આવ્યા છે. 
મોદી  સરકારે 2015માં ઘરમાં અને ટ્રસ્ટો પાસે સંગ્રહાયેલું 25,000 ટન જેટલુ સોનુ  બહાર લાવવા માટે  તેના વૈકલ્પિક રોકાણને લગતી યોજના જાહેર કરી હતી પણ તેનો પ્રજા તરફથી ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. લોકો લગ્ન જેવા ખાસ પ્રસંગો નિમિત્તે સોનુ ખરીદતા હોય છે. તેની સત્તાવાળાઓને જાણ કરવાથી આવકવેરા વિભાગ દંડ ફટકારશે,એવો સામાન્ય ડર લોકોમાં હોય છે. 
આમાં જે લોકો પોતાના સોનાનો સંગ્રહ જાહેર તેમણે અમૂક સરકારને થોડાક વર્ષો માટે ડિપોઝીટ કરવાના હતા. ગયા વર્ષે પણ આવા પ્રકારની યોજના અમલમાં આવી હતી. જોકે કર વિભાગે કરમાફીની કોઈપણ યોજના માટે સંમત થઈ નહોતી. 
સુપ્રિમ કોર્ટે પણ એમ્નેસ્ટી યોજનાનો વિરોધ કરતા અગાઉ કહ્યું હતું કરચોરોને  સંપૂર્ણ કરમાફી આપી શકાય નહી કારણ કે તેના કારણે પ્રમાણિક કરદાતાને અન્યાય થાય છે. 
આ વર્ષે મહામારીને લીધે ડોલર નબળો પડવાની સાથે વ્યાજ દરમાં ઘટાડો થતા સુરક્ષિત રોકાણ ગણાતુ સોનાનો ભાવ રેકર્ડ 30 ટકા જેટલો વધ્યો છે. ગોલ્ડમેન સાક્સ ગ્રુપે આગાહી કરી છે કે સોનુ પ્રતિ ઔંસ 2300 ડોલર પહોંચશે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer