મલાડ પૂર્વના રહેવાસીને જુલાઈમાં આવ્યું પાંચગણું વીજ બિલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : વીજળી કંપનીઓએ જૂન-જુલાઈમાં મોકલેલા ઊંચા બિલથી હજારો મુંબઈગરા પરેશાન છે. અનેક વપરાશકારોને આઠથી દસ ગણાં બિલ આવ્યાં છે. બેથી ચાર ગણાં બિલ તો સામાન્ય છે. આના કારણે લોકોમાં આક્રોશ છે. સરકારે પણ એની ગંભીર નોંધ લીધી છે અને કંપનીઓ પાસે ખુલાસો માગ્યો છે. સરકાર ગ્રાહકોને સબસિડી આપવાનું પણ વિચારી રહી છે.
મલાડ પૂર્વમાં રહેતા તાતા પાવરના વપરાશકાર કેતનભાઈ શાહને જુલાઈમાં પાંચગણું 11936 રૂપિયાનું તોતિંગ બિલ આવતાં તેઓ સ્તબ્ધ બની ગયા હતા. ટુ બેડ રૂમના ફ્લેટમાં રહેતા કેતનભાઈએ જણાવ્યું હતું કે માર્ચમાં રૂા. 2113, એપ્રિલમાં રૂા. 2200, મે માં રૂા. 2200 અને જૂનમાં રૂા. 2260નું વીજળીબિલ આવ્યા બાદ જુલાઈમાં અમને 11936 રૂપિયાનું બિલ કંપનીએ મોકલ્યું છે. અમને નવાઈ લાગી કે આટલો વીજ વપરાશ અમે ક્યાં કર્યો?
કંપનીએ તત્કાળ બિલમાં સુધારો કરીને મોકલવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
ઘાટકોપર વેસ્ટમાં વન રૂમ કિચનમાં રહેતા અદાણી ઈલેક્ટ્રિસિટીના વપરાશકાર વિપુલભાઈ દોશી પણ વધુ પડતા બિલથી હેરાન છે. તેમણે કહ્યંy હતું કે જૂનમાં અમને પાંચ ગણું બિલ મોકલવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં 470 , ફેબ્રુઆરીમાં રૂા. 640, માર્ચ-એપ્રિલમાં રૂા. 960, મે માં રૂા. 2560 અને જૂનમાં 3560નું બિલ મોકલવામાં આવ્યું છે. જે ઘણું વધારે છે. અમારો ફ્લેટ પણ કેટલાક દિવસ બંધ હતો.
ડોમ્બિવલીના રહેવાસી 
અને એમએસઈડીસીએલના વપરાશકાર દીપકભાઈ દેઢિયાએ કહ્યંy હતું કે અમને સામાન્ય રીતે વીજળી બિલ 1700 થી 2000 રૂપિયાની આસપાસ આવે છે. પરંતુ જુલાઈ મહિનામાં 14040 રૂપિયાનું તોતિંગ બિલ મોકલવામાં આવ્યું છે. જે ઘણું વધારે છે. અમારો એટલો વીજ વપરાશ કોઈ હિસાબે નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer