દારૂ ઉત્પાદક બે કંપનીઓનું કરોડોનું જીએસટી કૌભાંડ

નાગપુર, તા. 1 (પીટીઆઈ) : ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)ને મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને નાંદેડ જિલ્લાની એક-એક મળી બે દારૂ ઉત્પાદક કંપનીઓ દ્વારા રૂ. 108 કરોડ જીએસટીની ચોરીની બાતમી મળી છે. 
ડીજીજીઆઈ નાગપુર ઝોનલ એકમે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બે દારૂના ઉત્પાદક કંપનીઓની તપાસ બાદ કરચોરી બહાર આવી હતી. 
તપાસમાં જાણવા મળ્યું હતું કે ગ્રાહકો આલ્કોહોલ માટે જીએસટી ચૂકવતા હતા, માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તેવા આલ્કોહોલનો મોટો જથ્થો દબાવવામાં આવ્યો હતો અને કંપનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા જીએસટીઆર 3 બી રિટર્નમાં આનો કોઇ ઉલ્લેખ નહોતો અને જીએસટી ચૂકવાયો નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer