થાણે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા માટે કેન્દ્રની ટીમ આવી

થાણે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા માટે કેન્દ્રની ટીમ આવી
થાણે, તા.27 : કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા માટે કેન્દ્રની ટીમે આજે થાણે જિલ્લાની મુલાકાત લીધી હતી અને પ્રશાસનને કોરોનાથી થતાં મૃત્યુ દર ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાના સલાહ-સૂચનો કર્યા હતા. શુક્રવારે રાત સુધીમાં થાણે જિલ્લામાં થાણે શહેર, કલ્યાણ-ડોમ્બિવલી અને ભિવંડીમાં મળીને 27,479 કોરોનાના કેસો નોંધાયા હતા અને અત્યાર સુધીમાં થાણે જિલ્લામાં 911 દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. કેન્દ્રની ટીમમાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલ, ગૃહ નિર્માણ અને સિવિલ બાબતોના મંત્રાલયના સચિવ કુણાલ કુમાર અને અન્ય અધિકારીઓ છે. આ ટીમે તાણે જિલ્લાના કેટલાંક કોરોના કેર સેન્ટર્સ તેમ જ કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer