મધ્ય રેલવેમાં મેઈન અને હાર્બર લાઈનમાં આજે મેગાબ્લૉક

મધ્ય રેલવેમાં મેઈન અને હાર્બર લાઈનમાં આજે મેગાબ્લૉક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મધ્ય રેલવે દ્વારા વિવિધ ઈજનેરી અને મેન્ટેનન્સના કામો માટે 28મી જૂને સવારે 10-30 વાગ્યાથી બપોરે 3-30 વાગ્યા સુધી વિદ્યાવિહાર અને મુલુંડ દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ લાઈન ઉપર મેગાબ્લોક કરવામાં આવશે. હાર્બરલાઈન ઉપર પનવેલ-વાશી વચ્ચે અપ અને ડાઉન લાઈન પર સવારે 11-05થી સાંજે 4-05 વાગ્યા સુધી (તેમાં નેરુલ/બેલાપુર - ખારકોપર હાર્બર લાઈનનો પણ સમાવેશ થાય છે) બ્લોક લેવામાં આવશે. તેથી પનવેલ અને સીએસએમટી વચ્ચે સવારે 11-15 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી ટ્રેન ઉપલબ્ધ નહીં થાય.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer