સુશાંત સિંહ મૃત્યુ કેસમાં યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટરની પૂછપરછ

સુશાંત સિંહ મૃત્યુ કેસમાં યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટરની પૂછપરછ
મુંબઈ, તા.27 : યુવા અભિનેતા સુશાંત સિંહના મૃત્યુના કેસમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આજે યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) સાથે સંકળાયેલા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરી હતી. 14 જૂને સુશાંતનો મૃતદેહ તેના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુનું કારણ કોઇ વ્યવસાયી દુશ્મની છે કે તેમ તેની પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે. ઝોન નવના નાયબ પોલીસ કમિશનર અભિષેક ત્રિમુખેએ જણાવ્યું હતું કે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આજે યશ રાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer