નરેશ ગોયલ વિરુદ્ધ છેતરપિંડીના કેસના ક્લોઝર રિપોર્ટ સામે ઇડીએ વાંધો નોંધાવ્યો

નરેશ ગોયલ વિરુદ્ધ છેતરપિંડીના કેસના ક્લોઝર રિપોર્ટ સામે ઇડીએ વાંધો નોંધાવ્યો
મુંબઈ, તા. 27 : બંધ પડેલી જૅટ ઍરવેઝના પ્રમોટર નરેશ ગોયલ અને તેમનાં પત્ની અનિતા વિરુદ્ધ નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસનો મુંબઈ પોલીસ દ્વારા ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરવા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે વિરોધ નોંધાવ્યો હતો. ઇડીએ કોર્ટમાં ઇન્ટરવેશન એપ્લિકેશન ફાઇલ કરીને જણાવ્યું હતું કે પોલીસે આ કેસના કેટલાંક મહત્ત્વના તથ્યોને ધ્યાનમાં નથી લીધાં.
આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈના અકબર ટ્રાવેલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશને ગોયલ યુગલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ગોયલ અને તેમની કંપની જૅટ ઍરવેઝે આ કંપની સાથે 46 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસે ક્લોઝર રિપોર્ટમાં નોંધ્યું હતું કે આ કેસની વધુ તપાસ કરવાના કોઇ પુરાવા કંપની તરફથી મળ્યા નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer