ભારતીય અને ચીન સિવાયની વિદેશી કંપનીઓને મોકળું મેદાન મળી રહ્યું છે

ભારતીય અને ચીન સિવાયની વિદેશી કંપનીઓને મોકળું મેદાન મળી રહ્યું છે
ચીની ઉત્પાદનોના બહિષ્કારના પગલે  
નવી દિલ્હી, તા. 27 : દેશવાસીઓમાં ચીની માલનો બહિષ્કાર કરવાની લાગણી વધી રહી છે અને ચીન વિરોધી વાતાવરણ જામેલું છે ત્યારે આ માહોલ અને મનોદશાનો લાભ ભારતીય અને અન્ય વિદેશી કંપનીઓને મળી રહ્યો છે.  
ચીને ભારતીય સીમામાં પ્રવેશી લશ્કરી દુ:સાહસ કરતાં તેના પ્રત્યાઘાતરૂપે ભારત અને અન્ય વિદેશી કંપનીઓને તેમનો માલ વેચવાની સુવર્ણ તક મળી છે. ગ્રાહકો મોબાઈલ ઍપથી લઈને મોબાઈલ ફોન અને અન્ય ઘર વપરાશના  ઉત્પાદનો ખરીદવા માટે ચીન સિવાયના દેશની કંપનીઓના ઉત્પાદનો  ઉપર પસંદગી ઉતારી રહ્યા છે. 
ઉદાહરણ તરીકે ચીનના એપ ટીકટોક ના ભારતીય વિકલ્પ તરીકે ભારતીય ઍપ `િમત્રો'ના એક જ માસમાં 50 લાખ ઍપ ડાઉનલોડ થયા છે. આવી જ રીતે ચીની બનાવટની ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો પણ બહિષ્કાર થઈ રહ્યો હોવાનું રિટેલરોએ જણાવ્યું હતું. `િમત્રો' ઍપ ઉપરાંત કેટલાક અન્ય શોર્ટ વીડિયો ઍપમાં પણ ગ્રાહકોને રસ જાગ્યો છે જે ચીની નથી. તેમાં અમેરિકાનું ફાયરવર્ક ઍપ લોકપ્રિય છે. તેના 18.60 કરોડ ગ્રાહકો ભારતીય છે. આ ઉપરાંત ચીની ઍપ પબજી ગેમના ડાઉનલોડમાં 33 ટકાનો માતબર ઘટાડો થયો છે જ્યારે બિગો લાઈવ ઍપ ની સંખ્યા 25 લાખથી ઘટીને 18 લાખ થઈ છે.  મુંબઈના એક રિટેલરના જણાવ્યા મુજબ 40 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ ચીની ઉત્પાદનો નહિ ખરીદે. તેઓ હવે સેમસંગ જેવી કોરિયન બ્રાન્ડ ખરીદી  રહ્યા છે.  ચીન વિરોધી જુવાળનો લાભ ઉઠાવવા ભારતીય કંપની માઇક્રોમેકસે સ્થાનિક બજારમાં પ્રીમિયમ ફીચર્સ ધરાવતા ત્રણ સસ્તાં સ્માર્ટફોન બજારમાં મુકી રહી  છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer