મહારાષ્ટ્રમાં સોયાબીનનું વહેલું વાવેતર નબળા બિયારણને કારણે અંકુરણ ન થતાં ચિંતા

મહારાષ્ટ્રમાં સોયાબીનનું વહેલું વાવેતર નબળા બિયારણને કારણે અંકુરણ ન થતાં ચિંતા
મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં સોયાબીનના ખેડૂતો વહેલા વાવેતર છતાં અંકુરણ નહીં ફૂટવાને કારણે ચિંતામાં મુકાયા છે. કેટલાક વિસ્તારોના ખેડૂતો બિયારણની નબળી ગુણવત્તાને દોષ દે છે, જ્યારે કેટલાકનું માનું છે કે જમીનમાં પૂરતો ભેજ ન હતો. રાજ્યના કૃષિ કમિશ્નર સુહાસ દિવાસેએ આ સમસ્યા હોવાનું કબૂલતાં ઉમેર્યું હતું કે રાજ્યના ચોક્કસ જિલ્લાઓના અમુક તાલુકાઓમાં આવું જોવા મળ્યું છે. 
ચોમાસું સમયસર આવી જતાં ખેડૂતોએ, ખાસ કરીને મરાઠવાડા અને વિદર્ભમાં વાવેતરની પ્રવૃત્તિ ઉતાવળે હાથ ધરવી પડી હતી. સોયાબીન મુખ્ય ખરીફ પાક છે, અને મહારાષ્ટ્રમાં આશરે 40થી 42 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આ તેલીબિયાંની જૂનમાં વાવણી તેમજ ઓક્ટોબરમાં લણણી કરાય છે. તેનું વેચાણ વર્ષ પછીના વર્ષના સપ્ટેમ્બર સુધીનું હોય છે. 
વાવેતરની સિઝનને ઘણી વાર હતી, ત્યારે જ કૃષિ વિભાગે ખેડૂતોને પોતાના ખેતરમાં જ ઉગાડેલા બીજ વાપરવાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. 
વિભાગે ખેડૂતોને અંકુરણ પરીક્ષણો હાથ ધરવાં તેમજ બિયારણ તૈયાર કરવા માટેની તાલીમ આપતી કાર્યશાળાઓ પણ યોજી હતી. બિયારણના ઉત્પાકોએ જણાવ્યું કે લોકડાઉનને કારણે બિયારણને પ્રમાણિત કરવાની પ્રક્રિયા અટવાઈ ગઈ અને તેને કારણે મોટા ભાગનું બિયારણ `િવશ્વયાસનીય બિયારણ' લેબલ હેઠળ વેચાઈ ગયું. જોકે, વહેલી વાવણીથી ઘણા કેસો એટલે નિષ્ફળ ગયા કેમકે બીજ અંકુરિત ન થયાં.
દિવાસેએ જણાવ્યું કે યવતમાલ, બીડ, અહમદનગર, ઓસ્માનાબાદ અને પૂણેના કેટલાક તાલુકાઓમાંથી ફરિયાદો આવી છે. કેટલીક ખાનગી કંપનઈઓ અને ખાસ કરીને મહાબીજ (335) જાતનાં બિયારણ અંકુરિત થઈ શક્યાં નથી. ઉપરાંત, ઘણે ઊંડે વાવણી અથવા તો વહેલી વાવણીને કારણે પણ અંકુરણ થઈ શક્યું નથી.  
દિવાસેએ ઉમેર્યું કે આ સમસ્યા કૃષિ યુનિવર્સિટીઓને સોંપાઈ છે, જેઓ તપાસ માટે વિશેષ ટુકડી તૈયાર કરશે. મહારાષ્ટ્ર સીડ્સ કોર્પોરેશને વાવણી શા માટે નિષ્ફળ ગઈ તે જાણવા તપાસની પ્રક્રિયા તેમજ બિયારણ બદલવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer