ભાજપની આજે વર્ચ્યુઅલ રૅલી સ્મૃતિ ઈરાની અને દેવેન્દ્ર ફડણવીસ સંબોધશે

મુંબઈ, તા. 27 : કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારએ સત્તાગ્રહણ કર્યાને એક વર્ષ તાજેતરમાં પૂર્ણ થયું છે. તેથી મોદી સરકારની એક વર્ષની સિદ્ધિને લોકો સમક્ષ રજૂ કરવા રવિવારે, 28મી જૂને સાંજે 6.30 વાગે યોજવામાં આવેલી રૅલીમાં કેન્દ્રના પ્રધાન સ્મૃતિ ઈરાની અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ વર્ચ્યુઅલ રૅલીને સંબોધશે. યુટયુબ ઉપર http://youtu.be/dGke970Bv1k આ લિન્ક દ્વારા રૅલીમાં ભાગ લઈ શકશે. આ રૅલીમાં ભાજપની મુંબઈ એકમની કચેરીમાંથી અધ્યક્ષ મંગલપ્રભાત લોઢા અને સાંસદ મનોજ કોટક સહભાગી થશે

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer