રાજયમાં 5318 અને મુંબઈમાં 1460 નવા દર્દી મળ્યા

મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 1,59,133 થઈ ગઈ છે. આજે રાજ્યમાં 5318 નવા કેસ આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં નવા દર્દી પહેલી વાર મળ્યા છે. રાજ્યમાં 86 દર્દીના આજે મૃત્યું થયા છે. મરણાંક 7273 થયો છે. રાજ્યમાં મૃત્યુંદર 4.57 ટકા થયો છે. રાજ્યમાં 67,600 સક્રિય દર્દી છે. આજે 4330 દર્દીને રજા  અપાઈ હતી. કુલ 84,245 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 52.94 ટકા છે.. કુલ 8,96,874 સેમ્પલ લેવામાં આવ્યા છે અને આમાંથી 159133 સેમ્પલ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવ આવવાની ટકાવારી 17.74 ટકા છે. રાજ્યમાં 565161 દર્દી હોમ ક્વૉરેન્ટાઈન અને 36925 લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈનમાં છે.  
આજે મુબઈમાં કોરોનાના1460 નવા દર્દી મળતાં કુલ દર્દીની સંખ્યા 73,747 થઈ છે. આજે 41 દર્દીના મૃત્યું થયા હતા અને આને લીધે શહેરમાં મરણાંક 4282નો થયો છે. આજે સારા સમાચાર એ છે કે 2547 દર્દી સાજા થતાં તેમને રજા આપી હતી. કુલ 42331 દર્દી સાજા થયા  છે. મુંબઈમાં હવે 27134 ઍક્ટિવ પેશન્ટ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer