દારૂખાના અને અલ્ટામાઉન્ટ રોડ પરની પૉશ બિલ્ડિંગ પરિસરમાં આગ

મુંબઈ, તા. 27 : મુંબઈમાં દારૂખાના અને પોશ અલ્ટામાઉન્ટ રોડ સ્થિત ઉષાકિરણ બિલ્ડિંગ કમ્પાઉન્ડમાં આગ લાગી હતી. તેમાં જાન હાનિ થઈ નથી. દક્ષિણ મધ્ય મુંબઈમાં દારૂખાના ખાતે સિગ્નલ એવેન્યુ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આવેલી લાકડાંની વખારમાં બપોરે 3-30 વાગ્યે મોટી આગ ફાટી નીકળી હતી. આગમના સમાચાર મળતાં અગ્નિશમન દળના જવાનો ચાર ફાયર એન્જિન અને ચાર ટૅન્કર સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. આગમાં કોઈને ઈજા થઈ નહોતી. દક્ષિણ મુંબઈમાં પોશ અલ્ટામાઉન્ટ રોડ સ્થિત વૈભવી ઉષાકિરણ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઉભી રાખવામાં આવેલી કેટલીક મોટરકારમાં આજે બપોરે ચાર વાગ્યે આગ લાગીહ તી. અગ્નિશમન દળના જવાનોએ તે બુઝાવી હતી. આ બંને બનાવમાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer