પરપ્રાંતીય શ્રમિકો વતનભેગા થઈ ગયા છે ત્યારે તેમના માટેનું મફત અનાજ આવ્યું

પરપ્રાંતીય શ્રમિકો વતનભેગા થઈ ગયા છે ત્યારે તેમના માટેનું મફત અનાજ આવ્યું
મુંબઈ, તા.20 : સુપ્રીમ કોર્ટે પરપ્રાંતી શ્રમીકોને ભોજન આપવાની જવાબદારી રાજ્યો પર નાખી છે. ઉદ્ધવ ઠાકરે સરકાર આવા શ્રમીકોને રેશન આપવાની યોજના મોડે મોડે અમલમાં મૂકી રહી છે. આયોજના પ્રમાણે દરેક  પરીવારને રાજ્યની અનાજ વિતરણ સિસ્ટમ હેઠળ દરેક સભ્યદિઠ 10 કિલો ચોખા મળવાના છે. જોકે પરપ્રાંતીઓ જતા  રહ્યા બાદ આ યોજના અમલમાં મુકાઈ છે. કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રની આત્મનિર્ભર ભારત પેકેજના બીજા ભાગમાં શ્રમીકોને મફત ભોજન આપવાની જાહેરાત કરી હતી. જોકે તેની આંટીઘુંટી નક્કી કરવામાં આવતાં યોજનાના અમલમાં વિલંબ થયો હતો. રાજ્યના અન્ન અને મુલકી પુરવઠાના સચિવ સંજય ખંડારેએ કહ્યું હતું કે આ જાહેરાતના થોડા દિવસો બાદ કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા મોકલાવી છે.  અગાઉથી યંત્રણા ન હોવાથી લાભાર્થી નક્કી થતા વાર લાગી. તેમની યાદી બનાવવા માટે જિલ્લા કલેકટર, પોલીસ, રાજ્ય શ્રમ વિભાગ અને ઉદ્યોગ વિભાગની મદદ લેવાઈ હતી. મુંબઈ મેટ્રોપોલિટન રીજનનમાં 1.24 લાખ લાભાર્થી શોધી કઢાયા છે. જોકે સરકાર પોતે કહે છે કે મુંબઈમાંથી 10 લાખ પરપ્રાંતીઓ વતનભેગા થઈ ગયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer