મહારાષ્ટ્રમાં જાહેરમાં થૂકવું, ધૂમ્રપાન કરવું એ હવે દંડાત્મક ગુનો ગણાશે

મહારાષ્ટ્રમાં જાહેરમાં થૂકવું, ધૂમ્રપાન કરવું એ હવે દંડાત્મક ગુનો ગણાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા 30 : દેશમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે એવા મહારાષ્ટ્રમાં સરકારે જાહેરમાં થૂંકવું, ધૂમ્રપાન કરવું કે તમાકુના સેવન કરવાને દંડાત્મક ગુનો જાહેર કર્યો છે. આ ગુનામાં પહેલીવાર પકડાયેલાને એક હજાર રૂપિયાના દંડની સાથે એક દિવસ માટે જાહેર સેવા કરવી પડશે. તો બીજી વાર પકડાશે તો ત્રણ હજાર રૂપિયા દંડ અને બે દિવસ જાહેર સેવા કરવી પડશે. 
ત્યાર બાદ પણ જો ગુનો કરતા પકડાશે તો 5000 રૂપિયા દંડ અને પાંચ દિવસ જાહેર સેવાની સજા કરાશે. આ ઉપરાંત બૉમ્બે પોલીસ ઍક્ટ અને ભારતીય દંડસંહિતાની કલમો હેઠળ છ મહિનાથી બે વરસની જેલ કે દંડની સજા પણ થઈ શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer