એમ. પી. વીરેન્દ્ર કુમારને INS વતી પ્રેસિડન્ટ શૈલેષ ગુપ્તાએ આપી શ્રંદ્ધાંજાલિ

નવી દિલ્હી, તા 30 : એમ. પી. વીરેન્દ્ર કુમારના હૃદયરોગના હુમલાથી થયેલા દુખદ અવસાનને પગલે ધ ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી (આઈએનએસ) વતી પ્રેસિડન્ટ શૈલેષ ગુપ્તાએ શ્રદ્ધાંજાલિ આપી હતી. 
તેમણે જણાવ્યું હતું કે માતૃભૂમિ ગ્રુપ અૉફ ન્યુઝપેપર્સના મેનાજિંગ ડિરેક્ટર એમ. પી. વીરેન્દ્ર કુમારે ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન, રાજ્યસભાના સભ્ય, પીટીઆઈના ભૂતપૂર્વ ચેરમેન, ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ, પત્રકાર તરીકે વરસો સુધી સેવા આપી હતી. તેઓ ઉત્તમ લેખક હતા અને તેમને કેન્દ્ર સાહિત્ય અકાદમી અવૉર્ડ, કેરળ સાહિત્ય અકાદમી અવૉર્ડ જેવા અનેક અવૉર્ડ મળ્યા છે. સમાજના નબળા વર્ગના લોકોના તેઓ નેતા હતા. 
શૈલેષ ગુપ્તાએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજાલિ આપવાની સાથે આ દુ:ખદ ઘડીને સહન કરવાની ઇશ્વર તેમના પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer