કૂપર હોસ્પિટલમાં MBBSના વિધાર્થીઓ કોરોનાની ડયુટી કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,તા.30: એચબીટી મેડીકલ કોલેજ એન્ડ ડૉ આર એન કૂપર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલે કોરોના વાઈરસના દરદીઓના સારવાર કરતા તબીબોને મદદ કરવા ત્રીજા વર્ષ અને ફાઈનલ એમબીબીએસના વિધાર્થીઓને ફરજ બજાવવા જણાવ્યું છે. હાલ ડૉકટરોને મેડીકલ ઈન્ટર્ન્સ અને અન્ય સ્ટાફ મદદ કરી રહ્યો છે 
હોસ્પિટલે 300 જેટલા વિધાર્થીઓને ગુરૂવારે પરિપત્રક મોકલ્યો હતો. તેમને હોસ્ટેલમાં રહેવાની સુવિધા અપાશે પરંતુ પરિવહનની વ્યવસ્થા જાતે કરવાની રહેશે.જેઓ સરળતાથી પ્રવાસ કરી શકશે તેમને જ ફરજ પર મૂકવામાં આવશે,એમ એક વિધાર્થીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer