ઘાટકોપર ધારાવી બનશે?

અમારા પ્રતિનિધી તરફથી  
મુંબઈ, તા. 30 : ઘાટકોપરમાં કોરોનાનો પ્રસાર ભયજનક રીતે થઈ રહ્યો છે. શનિવારે એન વૉર્ડમાં કુલ 129 નવા કેસ આવ્યા હતા જે એક રેકોર્ડ છે. આને લીધે કુલ કેસની સંખ્યા 1616 થઈ ગઈ છે. કોરોનાને લીધે શનિવારે બે જણના મૃત્યું થયા હતા. આ વૉર્ડમાં મરણાંક 68નો થઈ ગયો છે. એશિયાના સૌથી મોટા સ્લમ ધારાવીમાં હવે કોરોના કાબૂમાં આવી ગયો છે અને સરેરાશ 40 નવા જ કેસ મળે છે ત્યારે એ સવાલ થાય છે કે ઘાટકોપર જૂનું ધારવી બનશે. ઘાટકોપરમાં  નવા કેસોની વધતી સંખ્યા જોતા લાગે છે કે અહીં પાલિકાએ કડક ત્વરિત પગલાં લેવા પડશે, નહીં તો અહીંની પરિસ્થિતિ બેકાબુ બની જશે. આઘાતની વાત એ છે કે સ્લમ સાથે વૈભવશાળી મકાનોમાં દરરોજ નવા કેસો મળી રહ્યા છે.અહીંના લોકો લોકડાઉન અંગે ગંભીર નથી. આવશ્કયક વસ્તુઓના બહાને બહાર નીકળી પડે છે. કુલ કન્ટેનમેન્ટ ઝોન 15 છે અને 164 મકાનો સિલ કરાયા છે. 13452 જેટલા હાઈ રિસ્ક કોન્ટેક છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer