આપણી લડાઈ આંકડા સામે નહીં પણ કોરોના વિરુદ્ધ છે : ફડણવીસ

મુંબઈ, તા. 30 : આપણી લડાઈ આંકડા સામે નહીં પરંતુ કોરોના વિરુદ્ધ છે એમ ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા વિરુદ્ધ છે એમ ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 24 કલાકમાં 8,381 દરદીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી એવા આરોગ્યપ્રધાન રાજેશ ટોપેના દાવા અંગે ફડણવીસે જણાવ્યું છે કે શુક્રવારે 116 દરદીઓના પણ મૃત્યુ થયા છે. મૃત્યુનોઆંકડો પણ મોટો છે. સાજા થયેલા દરદીઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કરતી વેળાએ આપણે મૃત્યુ પામેલાઓને વિસારે પાડી દઈએ છીએ. બાંદરા પોલીસસ્ટેશનના કોન્સ્ટેબલ દીપક હાટેને દસ દિવસ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તેમને રજા અપાયાના ચાર કલાકમાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. એમ ફડણવીસે ઉમેર્યું હતું. હાર્ટની વીડિયો ક્લીપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer