ઝવેરી બજારના બંગાળી કારીગરોએ વતન જવા વ્યક્તિ દીઠ 10,000 રૂપિયા બસ ભાડું ચૂકવ્યું

મુંબઈ, તા. 30 : છેલ્લા ચાર પાંચ દિવસમાં ઝવેરી બજારમાં પશ્ચિમ બંગાળથી પ0 થી વધુ બસો આવી છે અને તેઓ પ્રવાસી દીઠ 8000 થી 10000 રૂપિયા બસ ભાડું વસૂલી રહી છે.ઝવેરી બજારમાં અટવાયેલા પોતાના પરિવારજનોને વતન પાછા બોલાવવા તેમના સંબંધીઓએ આ બસો ભાડે કરી છે. કારીગરો વતન જવા એટલા વ્યાકુળ છે કે તેઓ 10000 રૂપિયા બસ ભાડું ચૂકવવા તૈયાર છે. સામાન્ય રીતે કોલકત્તા અને મુંબઈનું વિમાન ભાડું એટલું હોય છે. 
ગત સપ્તાહમાં 30000 થી વધુ મજદૂરો વતન ગયા હતા, જેમાંથી મોટા ભાગના ઝવેરી બજારના હતા.લગભગ 300 બસ પશ્ચિમ બંગાળ રવાના થઈ હતી. મોટા ભાગના કારીગરો નાલા સોપારા, કલવા, ડોંબીવલી અને દિવામાં રહે છે.  પશ્ચિમ બંગાળના માલ્દા, મિદાન પોર, હૂગલી અને હાવડા જિલ્લાઓમાં રહેતા આ લોકોઐ 2000 કિલોમીટર કરતાં વધુ મુસાફરી કરી હતી.  
હજી શહેરમાં પશ્ચિમ બંગાળના 18000 લોકો છે જેઓ વતન જવા ઉત્સુક છે. ધંધો ઓછો થઈ જતાં લૉકડાઉન પહેલાં જ 1.20 લાખ કારીગરોમાંથી મોટાભાગનાઓએ વતનની રાહ પકડી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer