કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ એપ પરથી લિન્ક હટાવી

આખરે દેશના 8.50 લાખ દવા વિક્રેતાઓની જીત 
મુંબઈ, તા. 30?: અખિલ ભારતીય દવા વિક્રેતા સંગઠન (એઆઈઓસીડી) દ્વારા આરોગ્ય સેતુ એપના વેપારીકરણ કરવાના કેન્દ્ર સરકારના ગેરકાયદે પ્રયાસને અટકાવ્યો છે. કેન્દ્ર દ્વારા શનિવારે દિલ્હી હાઈ કોર્ટમાં આરોગ્ય સેતુ એપ પરથી ઈ-ફાર્મા માટે બનાવેલી www.aarogyasetumitr.in લિંક હટાવવામાં આવશે એવી બાંયધરી આપવામાં આવી હતી. 
કેન્દ્ર દ્વારા કોવિડ-19 કોરોનાના દુષ્પરિણામની બાબતની નિયમિત માહિતી અને કાઉન્સાલિંગ સામાન્ય જનતાને કરવાના ઉદાર હેતુથી આ એપની રચના કરાઈ છે. જોકે વાસ્તવમાં એપનો લાભ નાગરિકોએ લીધો અને લઈ રહ્યા છે, પરંતુ કેન્દ્રના નીતિ આયોગે આ એપનું વેપારીકરણ કરવાનો પ્રયાસ કરીને ગેરકાયદેસર રીતે તેની પર વિવિધ ઈ-ફાર્મસી કંપનીઓને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું. 
એઆઈઓસીડીએ વાંધો લેતાં વડા પ્રધાન, આરોગ્ય મંત્રી સહિત સર્વ સંબંધિતોને વિરોધ દર્શાવતું નિવેદન આપ્યું હતું.
 કેન્દ્ર દ્વારા તેની સામે કોઈ પણ પ્રતિસાદ નહીં આપતાં સંગઠને દિલ્હી હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં અને તે થકી ગેરકાયદેસર રીતે આ એપના થતા વેપારીકરણને રોકવામાં સફળતા મળી હતી. 
કોર્ટ સામે 9 જૂને આગામી સુનાવણી રાખવામાં આવી છે. એમ એઆઈઓસીડીના અધ્યક્ષ જગન્નાથ એસ. શિંદેએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer