તમામ આવશ્યક સેવાઓના સ્ટાફ માટે મુંબઈની લોકલ ટ્રેનો ફરી શરૂ કરો

તમામ આવશ્યક સેવાઓના સ્ટાફ માટે મુંબઈની લોકલ ટ્રેનો ફરી શરૂ કરો
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો કેન્દ્રને અનુરોધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : આવશ્યક સેવાઓમાં ફરજ નિભાવતા સ્ટાફ માટે દૈનિક મુસાફરીની સુવિધા શક્ય બનાવવા જેમ બને તેમ જલ્દી મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોને ફરીથી શરૂ કરવા રેલવે તંત્રને આદેશ આપવા કેન્દ્રના ગૃહમંત્રાલયને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે અનુરોધ કર્યો હતો.
અગાઉ સોમવારે મુખ્યપ્રધાનો સાથેની વડાપ્રધાનની વીડિયો કૉન્ફરન્સ બેઠકમાં ઠાકરેએ સૌ પ્રથમવાર આ માગણી કરી હતી.
કેન્દ્રના ગૃહમંત્રાલયના આદેશ મુજબ અમે સર્વાંગી દરખાસ્ત સુપરત કરી દીધી છે. અમે આપણે ગ્રીન ઝોનમાં કેટલી ઝડપથી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકીએ છીએ અને રેડ ઝોનમાં કેવી રીતે પરિસ્થિતિને સુધારી શકીએ છીએ તે જોવાનું છે, `લોકડાઉનના સમયમાં આપણે આપણા આરોગ્યના માળખાને મજબુત કરવાનો છે' એવો મત એનસીપીના નેતાઓએ વ્યક્ત કર્યો હતો.
જોકે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, `મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. લૉકડાઉનને કારણે આ કેસો અંકુશમાં રહ્યા છે અને જો છુટછાટો આપવામાં આવશે તો આ કેસો ઝડપથી વધશે એટલે લૉકડાઉનની શરતોને હળવી કરવીએ સલાહભર્યું નથી,' એમ ઠાકરેએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer