દાણાબંદર, શાકભાજી અને મસાલા માર્કેટ બજાર સોમવારથી ફરી ખુલશે

દાણાબંદર, શાકભાજી અને મસાલા માર્કેટ બજાર સોમવારથી ફરી ખુલશે
ફળ અને કાંદા-બટાટા બજાર ગુરૂવારથી ખુલશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
નવી મુંબઈ, તા. 16 : વાશીની પાંચ જથ્થાબંધ બજારો કોરોનાના પ્રકોપને કારણે 11મેથી 17 મે સુધી સેનેટાઈઝેશન અને અન્ય તકેદારીઓ માટે બંઘ કરવામાં આવી હતી, તેમાંથી ત્રણ બજાર દાણાબંદર, મસાલા મારકેટ અને શાકભાજી બજાર સામવાર,18 મેથી કેટલાક પ્રતિબંધો અને સમય મર્યાદામાં ફરી ખોલવામાં આવશે. ફળ બજાર અને કાંદા બટાટા બજાર ગુરૂવાર, 21 મે થી ફરી ખુલશે. 
 આજે એપીએમસી મારકેટમાં રાજ્યના મારકેટીંગ સચિવ શિવાજી દૌંડ, ગ્રોમાના ઉપ પ્રમુખ મહેન્દ્ર ગજરા,ડાયરેકટર નિલેશ વિરા, માથાડી નેતાઓ શશિકાંત શિંદે, નરેન્દ્ર પાટીલ, નવી મુંબઈ મરચન્ટસ ચેમ્બરના ચેરમેન કીર્તિભાઈ રાણા, અશોકભાઈ બડિયા, એપીએમસીના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મીટીંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 
 દાણાબંદર સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી અને મસાલા મારકેટ સવારે દશથી સાંજે પાંચ સુધી જ ખુલી રહેશે.મારકેટમાં ગીરદી ન થાય માટે કડક નિયમ બનાવાયા છે.લોડીંગ અન લોડીંગના અગાઉ નક્કી થયેલા નિયમોનું ચૂસ્ત પાલન કરવું પડશે,એમ ગ્રોમાના મંત્રી ભીમજી ભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.  
 મારકેટોમાં અત્યંત ઓછી ગીરદી થાય એ માટે ગ્રાહકોને ફોનથી જ ઓર્ડર આપવા અને દલાલ ભાઈઓએ માત્ર અનલોડીંગના ત્રણ દિવસોએ બજારમાં આવવાની અપીલ કરવામાં આવી છે. ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરે એવી વિનંતી નિલેશ વિરાએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer