મુંબઈમાં કોરોનાથી વધુ 41નાં મોત, 884 દરદી ઉમેરાયા

મુંબઈમાં કોરોનાથી વધુ 41નાં મોત, 884 દરદી ઉમેરાયા
મુંબઈ, તા. 16 : મુંબઈમાં શનિવારે કોરોનાના 884 દરદીઓ ઉમેરાતા કુલ સંખ્યા 18,396 થઈ છે. કોરોનાના 238 દરદી સાજા થયા છે. સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા 4806 ઉપર પહોંચી છે. શનિવારે કોરોનાના 41 દરદીઓના મૃત્યુ સાથે કુલ મરણાંક 696 થયો છે. કોરોના શંકાસ્પદ 645 દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવયા તેઓની કુલ સંખ્યા 18,672 થઈ છે.
ધારાવીમાં શનિવારે વધુ 53 દરદીઓ મળ્યા છે. આ સાથે કુલ દરદીઓની સંખ્યા 1198 થઈ છે. માહિમમાં વધુ 11 દરદીઓ સાથે અત્યાર સુધીના કુલ દરદીઓનો આંકડો 154 થયો છે. દાદરમાં વધુ ચાર કેસ સાથે કુલ દરદી 187 થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer