એમએસએમઈની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવાની માગ

એમએસએમઈની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવાની માગ
બન્ને શરતનું પાલન કરવું  શક્ય નથી: પીએચડી ચેમ્બર
મુંબઈ, તા. 16:પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલા રૂ.20 લાખ કરોડના ત્રણ આર્થિક પેકેજને આવકારતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ક્ષેત્ર ની વ્યાખ્યા વધુ સ્પષ્ટ અને વિસ્તૃત બનાવવાની કરી છે.  
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાનને એક નિવેદનમાં ચેમ્બરના પ્રમુખ ડી કે અગરવાલે જણાવ્યું છે કે એમએસએમઇ સેકટર માટે જાહેર કરેલા પેકેજની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.આ પેકેજના કારણે અત્યારના કપરાં સમયમાં લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ એકમો ફરી શરૂ થઈ શકશે. જોકે, એમએસએમઇની નવી વ્યાખ્યા અનુસાર એકમો માટે નક્કી કરાયેલી રોકાણ મર્યાદા અને રૂ.250 કરોડના ટર્ન ઓવરના ધોરણોનું પાલન કરવું ફરજીયાત હોવાની શરત વિશે વધુ સ્પષ્ટતા કરવાની માંગણી કરતા અગ્રવાલે આ વ્યાખ્યા વધુ વિસ્તૃત કરવાની જરુર જણાવી હતી. 
અગરવાલે સૂચન કર્યું છે કે આ બંને શરતમાંથી કોઈ પણ એક શરત પુરી થતી હોય તો તે એકમોને એમસેમએમઈ એકમો તરીકે માન્યતા મળવી જોઈએ. પણ જો આ બંને શરતોને ફરજીયાત કરવામાં આવશે તો અનેક એકમો એમએસએમઇનો દરજ્જો ગુમાવી દેશે.   
આ સાથે માત્ર ધંધો કરનારી કંપનીઓનો પણ એમએસએમઈ એકમો તરીકે સમાવેશ કરવાની પીએચડી ચેમ્બરની માંગણી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer