MMRDAના સહયોગમાં નીલકમલે BKCમાં બનાવી 1000 બેડની હૉસ્પિટલ

MMRDAના સહયોગમાં નીલકમલે BKCમાં બનાવી 1000 બેડની હૉસ્પિટલ
મુંબઈ, તા 16 : ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ નીલકમલે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ને મેકશિફ્ટ ઇમર્જન્સી હોસ્પિટલ બનાવવા એક હજાર ક્વૉરન્ટાઇન બેડ, મેટ્રેસીસ સહિતનું જરૂરી ફર્નિચર પૂરૂં પાડી એનું યોગદાન આપ્યું છે. ભારતમાં આ પ્રકારની સુવિધા પહેલીવાર ઉપલબ્ધ થઈ રહી છે અને એ પણ માત્ર બે અઠવાડિયાના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી છે. તમામ પલંગ સહિતની માળખાકીય જરૂરિયાતો દરદીની સુવિધાઓને ધ્યાનમાં રાખી ડેવલપ કરવામાં આવી છે. 
નીલકમલની ડિઝાઇન અને ડેવલપમેન્ટ ટીમે ક્વૉરન્ટાઇન માટેના બેડની ખાસ ડિઝાઇન તૈયાર કરી છે. લૉકડાઉન હોવા છતાં ઘરે બેસીને આ પડકારજનક કાર્ય તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ઓછી કિંમતવાળા આ બેડને સરળતાથી હેરફેર કરવાની સાથે પાંચ મિનિટમાં એસેમ્બલ કરી ઉપયોગમાં લઈ શકાય છે. બેડની સાથે મલ્ટીપર્પઝ કેબિનેટ, ડાઇનિંગ અને બેડસાઇડ ટેબલની પણ સુવિધા પણ ઉપલબ્ધ છે. 
આ અંગે નીલકમલ લિમિટેડના વીપી ઓપરેટિવ અજય અગરવાલે કહ્યું કે, આવી વિશાળ મેકશિફ્ટ હોસ્પિટલ બનાવવાની હામ ભીડવા માટે મુંબઈવાસીઓ વતિ અમે એમએમઆરડીએનો આભાર માનીએ છીએ. એમએમઆરડીએની ઓપરેશનલ કમિટીની ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા, ક્વૉલિટી પ્રોડક્ટની ડિમાન્ડ અને સમયસરની ડિલિવરીની સાથે શું જોઇએ છે એ અંગેના સ્પષ્ટ વિચારોને કારણે પ્રોજેક્ટ રેકોર્ડ સમયમાં પૂરો થઈ શક્યો. અમને અમારી ટીમ પર ગર્વ છે જેણે અનેક પડકારો અને મર્યાદાઓ વચ્ચે પણ સમય પૂર્વે પ્રોજેક્ટની જરૂરિયાતો પૂરી કરી હતી. અમે કોવિડ-19ને લડત આપતી મહારાષ્ટ્ર સરકાર, એમએમઆરડીએ સહિતની તમામ સંસ્થાઓને અમારો પૂરો સાથ-સહકાર છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer