ધારાવીનો પહેલો કન્ટેનમેન્ટ ઝોન ખોલી દેવાયો

મુંબઈ, તા. 16 : બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ધારવાની પ્રથમ કન્ટેનમેન્ટ ઝોનમાંથી સીલ હટાવીને એને મુક્ત કરી નાખ્યો છે. પહેલી એપ્રિલે એક કાપડના વેપારીને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને એ વેપારીનું મૃત્યું થયું હતું. ત્યારથી બલિગા નગરને સીલ કરાયું હતું. આ એશિયાના સૌથ મોટા સ્લમનો એ વિસ્તાર છે જ્યાં ગગનચુંબી મકાનો આવ્યા છે.  અહીં છેલ્લા 21 દિવસથી કોઈ કેસ ન મળતાં આ વિસ્તારને ગયા અઠવાડિયે ખોલી  દેવાયો હતો. મુકન્દ નગરમાં પણ કોરોના કાબુમાં આવી ગયો છે અને કેસ ઘટી રહ્યા છે. કોવિદ-19 હોટસ્પોટમાં ગુરુવાર સુધી 61 કેસ મળ્યા છે ધારવીમાં કન્ટેનમેન્ટ ઝોન હવે સલામત બનતા જાય છે. બુધવારે ધારાવીએ 1000નો આંકડો પાર કર્યો હતો. શુક્રવારે અહીં 84 નવા કેસ નોંધાયા હતા. શુક્રવારે કોરોનાના દર્દીની સંખ્યા 1145 થઈ ગઈ હતી. ધારાવીના 18 સ્લમ પોકેટને રેડ ઝોનને ઘોષિત કરાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer