ઘાટકોપર-ચેમ્બુરમાં કોરોનાએ 500નો આંકડો વટાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 :  ઘાટકોપર-ચેમ્બુરના બનેલા એન વૉર્ડનો કોરોનાએ ભરડો લીધો છે. શનિવારે આ વૉર્ડમાંથી 85 નવા કેસ મળતાં એન વોર્ડમાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા 544ની થઈ ગઈ છે.  આ વોર્ડમાં  કન્ટેનમેન્ટએટલે કે રેડ ઝોનની સંખ્યા 274 છે. આના પ્રાથમિક સંસર્ગમાં આવનાર 6342 હાઈ રિસ્ક કોન્ટેક્ટ  અને પરોક્ષ રીતે સંસર્ગમાં આવનાર લો રિસ્ક કોન્ટેક્ટ 19,594 છે. અત્યાર સુધી 80ને રજા અપાઈ છે તથા 23 જણના મૃત્યું થયા છે. ઘાટકોપરમાં મોટે ભાગે કોરોના વોરિયર જેવા કે તબીબો, પોલીસો, બેસ્ટ કર્મચારી ઉપરાંત વેપારીઓ અને તેમના કુટંબીજનોને કોરોનાનો ચેપ લાગ્યો છે.  પંતનગરમાં પણ સ્થિતી ભયંકર છે. પંતનગરમાં 66,72, 74, 58, 313, 314, 205, 207, માતૃપ્રેરણા, એમજી રોડ પરના ગાયત્રીધામ, ચેમ્બુરના ટિળકનગરમાં મકાન નંબર 38માંથી પોઝિટિવ કેસ મળ્યા છે. ભાજપના પંતનગર વોર્ડ પ્રમુખ અજેય બાગેલે કહ્યું હતું કે ઘાટકોપરમાં જનરલ અરૂણકુમાર વૈદ્ય ગ્રાઉન્ડની જેમ ગારોડિયા નગરના સતીકૃપા આગળના અત્રે મેદાન તેમ જ લક્ષ્મીબાગમાં બે બીજી શાક માર્કેટ ખોલવી જોઈએ. ચેમ્બુર નાકામાં બાવન વષર્ના સેવાભાવી જૈન હસમુખ ચમ્પાલાલજી બંબોલીનું બે દિવસ પહેલાં  અવસાન થયું હતું. તેમના પાંચ મેમ્બરન પણ કોરોન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  
પાલિકાના ઓફિસર કહે છે કે ઘાટકોપરવાસી લોકડાઉનના નિયમોનું પાલન ન કરતા હોવાથી કોરોનાનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer