સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા આવેલા 15 જમાતીઓને અમદાવાદ મોકલાયા

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.16:જમ્મુ કાશ્મીરથી દિલ્હી મડગાંવ સ્પેશ્યલ ટ્રેનમાં અમદાવાદ જઇ રહેલા 15 જમાતીઓને પોલીસે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ક્રાનિંગ કરાવીને ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ મોકલી આપ્યા હતા. આ જમાત જમ્મુ કાશ્મીર (કિસ્તાવાડ)થી આવી રહ્યા હતા.  
વડોદરા શહેર એસ.ઓ.જી.ને માહિતી મળી હતી કે, જમ્મુ-કાશ્મીર (કિસ્તાવાડ)માં મજીદે રાશીદમાં રોકાયેલા જમાતીઓ દિલ્હીથી મડગાંવ સ્પેશ્યલ ટ્રેનમાં આવી રહ્યા છે. જે માહિતીના આધારે પી.આઇ. એમ.આર. સોલંકી સ્ટાફ સાથે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા. અને મડગાંવ સ્પેશ્યલ ટ્રેનમાંથી ઉતરેલા 16 જમાતીઓને રોક્યા હતા. તમામ જમાતીઓનું સ્કાનિંગ કરાવ્યા બાદ તેઓને ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં અમદાવાદ મોકલી આપ્યા હતા. આ તમામ જમાતીઓ પાસે અમદાવાદ જવાની પરવાનગી હતી.  
ટ્રેનમાં 17 જમાતીઓ આવ્યા હતા. જે પૈકી 15 જમાતી અમદાવાદ જવા માટે વડોદરા સ્ટેશન ઉતર્યા હતા. અને એક જમાતી સુરત જવા માટે વડોદરા રેલવે સ્ટેશન ઉતર્યો હતો. જ્યારે એક જમાતીને દિલ્હી જવાનું હતું. પોલીસે અમદાવાદ અને સુરત જનાર જમાતીને અમદાવાદ અને સુરત પોલીસનો સંપર્ક કરીને મોકલી આપ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer