પરપ્રાંતિયો અંગેની અરજી સુપ્રિમ કોર્ટે કાઢી નાખી

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 16: અટવાયેલા પરપ્રરાંતિય મજદૂરોને જીલ્લા મેજીસ્ટ્રેટો ઓળખી કાઢે, તેમને ભોજન પૂરું પાડે અને વિનામૂલ્ય ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે એવો આદેશ આપવાની દાદ ચાહતી જાહેર હિતની એક અરજી શુક્રવારે સુપ્રિમ કોર્ટે કાઢી નાખી હતી અને કહ્યું હતું કે આ સંબંધમાં રાજ્યોએ પગલાં લેવાં જોઈએ. 
 ન્યાયમૂર્તિઓ એલ નાગેશ્વર રાવ, એસ. કે. કૌલ અને બી. આર. ગવઈએ વળતો પ્રશ્ન કર્યો હતો કે અદાલત પરપ્રાંતિય મજદૂરોને ચાલતાં કેમ રોકી શકે? તેઓ રેલવે પાટા પર સૂઈ જાય ત્યારે તેમને ચાલતાં કેમ કોઈ રોકી શકે? એવો સવાલ ન્યાયમૂર્તિ કૌલએ કર્યો હતો. ન્યાયમૂર્તિ રાવએ કહ્યું હતું કે લોકો ચાલે છે અને થોભતા નથી, આપણે તેમને કેમ અટકાવીએ? 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer