વડોદરામાં દર ચાર દિવસે કોરોનાના સરેરાશ 100 કેસોનો વધારો

વડોદરા,તા.16: ગત માર્ચ મહિનાથી એપ્રિલના અંતિમ ચરણ સુધીમાં કોરોનાના કેસો 250 થતા 42 દિવસ લાગ્યા હતા. જોકે છેલ્લાં 18 દિવસમાં 403 કેસો વધી ગયા છે. જે સાથે કોરોનાના દર્દીઓનો કુલ આંક 653 થઈ ગયો છે. ગત તા.28મી એપ્રિલથી શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણની ગતિ તેજ થઈ છે. એકંદરે દર ચાર દિવસે શહેરમાં કોરોનાના સરેરાશ 100 કેસો વધે છે.
વડોદરામાં કોરોનાનો પહેલો સેક ગત તા.20મી માર્ચના રોજ નોંધાયો હતો. જેમાં કેસોની સંખ્યા 50 થતા 22 દિવસનો લાંબો સમય લાગ્યો હતો. એ પછી 100 કેસો થતા બે દિવસ અને 200 કેસ થતા 23 દિવસ લાગ્યા હતા. આ જ રીતે, કોરોનાના કેસોનો આંક 250 સુધી પહોંચતા 42 દિવસનો લાંબો સમય લાગ્યો હતો. જોકે ગત તા.28મી એપ્રિલ પછી શહેરમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધવા લાગ્યુ છે. જેમાં દર બે દિવસે કોરોનાના 50 કેસો વધે છે. સરેરાશ રોજના 25 કેસો વધે છે. જેના કારણે છેલ્લાં 18 દિવસોમાં જ કોરોનાના કેસો 403 વધી ગયા છે. જે સાથે કુલ કેસોનો આંક 653 થઈ ગયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer