કોરોનાથી બચવા `આર્સેનીક આલ્બમ 30'' દવા ઉપયોગી

મુંબઈ, તા. 16 : કોરોનાની આફત સામે આધું વિશ્વ ઝુમી રયું છે. ત્યારે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના અહેવાલ અનુસાર કોરોનાના સંસર્ગથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે `આર્સેનિક આલ્બમ 30' નામની દવા કારગર છે. મહારાષ્ટ્રમાં પણ આ દવાના ઉપયોગની પરવાનગી મળી ગઈ છે. મુંબઈ પાલિકાના આરોગ્ય ખાતાએ આરઝુ સ્વાભિમાન નાગરી સમિતિ સંસ્થાને આ દવાના વિતરણની મંજૂરી આપી દીધી છે. આ સંસ્થાના અધ્યક્ષ રાજેન્દ્ર મહેતા તેમજ મહામંત્રીપદે ભાજપના નેતા અને મુંબઈના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર બાબુભાઈ ભવાનજી છે. આ સંસ્થા દ્વારા જી(ઉત્તર) અને કે(પશ્ચિમ) વોર્ડોના નાગરિકોને આ દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. બાબુભાઈ ભવાનજીએ જણાવ્યું હતું કે આ દવા નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer