વડોદરામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 672

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 16 : વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંક 672 પર પહોંચ્યો છે. આ સાથે વડોદરા શહેર-જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. જ્યારે આજે વધુ 13 દર્દી કોરોના મુક્ત થતાં કુલ 384 દર્દી સાજા થયા છે. વડોદરા શહેરમાં હાલમાં 256 દર્દીઓ સારવાર હેઠળ છે. વડોદરા શહેરમાં રોજેરોજ કોરોના વાઈરસથી લોકોના મોત થઇ રહ્યા છે, પરંતુ ઓડિટ રિપોર્ટ થયા પહેલા મૃત્યુ જાહેર કરવામાં આવતા નથી. જેથી પાલિકાએ હજી 32 લોકોના મોત જ જાહેર કર્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer