આવતી કાલથી કાળીપીળી ટૅક્સી દોડાવવા દેવાની `યુનિયન''ની માગણી

મુંબઈ, તા. 16 : મુંબઈમાં લૉકડાઉનનો સમય પૂરો થતો હોવાથી સોમવારથી કાળીપીળી ટૅક્સી ચલાવવાની છૂટ આપવામાં આવે એવી માગણી મુંબઈ ટૅક્સીમૅન્સ યુનિયને કરી છે. `યુનિયન'ના વડા એ. એસ. ક્વોડ્રોસે જણાવ્યું હતું કે અમે ટૅક્સીના પાછળની બેઠકમાં બે જણાંને બેસાડીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશું. છેલ્લા બે માસથી કામકાજ બંધ હોવાથી ટૅક્સીમાલિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer