મહારાષ્ટ્રના જળાશયોમાં 42 ટકા પાણી

મુંબઇ, તા. 16 : મહારાષ્ટ્રમાં કોરોના સંબંધી સ્થિતિ વિકટ છે, પરંતુ જળસંચય ક્ષેત્રેથી રાહતના સમાચાર છે. મહારાષ્ટ્રના તમામ જળાશયોમાં હાલમાં સરેરાશ 42 ટકા પાણી છે જે ગયા વર્ષે મેના પહેલા પખવાડિયાની તુલનામાં લગભગ ત્રણ ગણું છે. 
છેલ્લા કેટલાક વર્ષોથી સતત દુષ્કાળનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં ગયા વર્ષે સારો વરસાદ થયો હતો. મહારાષ્ટ્ર સરકારના 15 મેના અહેવાલ મુજબ રાજ્યભરના મોટા, મધ્યમ અને નાના મળી 3,267 જળાશયોમાં 17,066.71 મિલિયન ક્યુબિક મીટર ઉપયોગી જળ સંગ્રહ હતો જે 40,897.95 મિલિયન ક્યુબિક મીટર લાઇવ સ્ટોકની તેમની કુલ ક્ષમતાનો 41.73 ટકા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer