મુંબઈમાં કોરોનાના વધતા કેસો : રાજ્ય સરકારે કરી પાલિકાની ટીકા

મુંબઈમાં કોરોનાના વધતા કેસો : રાજ્ય સરકારે કરી પાલિકાની ટીકા
મુંબઈ, તા. 4: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના અસરગ્રસ્તોની સંખ્યામાં રોજ વધારો થતો જાય છે, રાજ્યના આરોગ્ય અધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ રોગને  ફેલાવવાથી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  શનિવાર સુધીમાં રાજ્યમાં કોરોનાના દરદીઓની સંખ્યા 500થી વધી ગઈ હતી. આમાંઅડધાથી વધુ કેસો તો એકલા મુંબઈમાં જ નોંધાયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે પુણે અને પિંપરી-ચિંચવડ કોરોનાના ફેલાવાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છે, પરંતુ મુંબઈ નિષ્ફળ રહ્યું છે.  
રાજ્યના મુખ્ય સચિવ અજોય મેહતાએ મંગળવારે પાલિકાના હેડક્વાર્ટરમાં બેસીને તમામ વોર્ડ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બાદમાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેની મુલાકાત લઈને મેહતાએ મુંબઈમાં કોરોનાને કાબૂમાં લેવાની ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. શહેરમાં 190થી વધુ કન્ટેન્ટમેન્ટ એરિયા નક્કી કરાયા છે ત્યાં આક્રમક રીતે લોકડાઉનનું પાલન કરાવાશે.  
પાલિકાનું વિશ્લેષણ બતાવે છે કે 28 માર્ચ સુધી રોજના બે અસરગ્રસ્તો નોંધાતા તે વધીને 29 માર્ચથી રોજના છ અને 30 માર્ચથી રોજના 11ની થઈ ગઈ છે, જે ચિંતાજનક કહેવાય. હવે જે નવા કેસો મળી રહ્યા છે તેઓ ન તો વિદેશ મુસાફરીનો ઈતિહાસ ધરાવે છે તે નતો આવા લોકોના નજીકના સંપકર્માં આવ્યા છે છતાં હજુ સામૂદાયીક સંક્રમણની શક્યતા નકારવામાં આવી છે.માર્ગદર્શિકા મુજબ, દરેક સ્થાનિક સ્તરે કોરોનાના દરદીઓ મળે એ વિસ્તારમાં તેનો ફેલાવો અટકાવવા અને જરૂરી કાયર્વાહી માટે ત્રણ અધિકારીઓની સમિતિની રચના કરવી આવશ્યક છે. મુંબઈના તમામ વોર્ડમાં આવી સમિતી બનાવવામાં આવશે.  
ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસ ડો સતીષ પવારે કહ્યું હતું કે સમગ્ર દેશમાંથી માત્ર મુંબઈ પાલિકાએ જ આઈડીએસપી (ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ) પોર્ટલ પર કોરોના સંબંધી માહિતી ભરી નથી. આઈડીએસપી પોર્ટલ એ એક કેન્દ્રીય ડેટાબેસ વેબસાઈટ છે જે દેશભરના દરેક કોરોનાના કેસની માહિતી એકત્ર છે.  અધિકારીએ જણાવ્યું હતું કે, પાલિકાએ રાજ્ય અને કેન્દ્રિય માર્ગદર્શિકાઓના કેટલાંક નિયમોમાંથી છૂટછાટ લીધી છે.  એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ પાલિકા કમિશનરે 30 માર્ચે જારી કરેલા પરિપત્રમાં મૃતદેહોને દફન કરવાની મંજૂરી ન આપતા કેન્દ્રીય માર્ગદર્શિકાથી વિપરિત દફન કરવાની પરવાનગી આપવામાં આવી છે. કર્મચારીઓને રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિમાં કેવી રીતે કામ કરવું એની તાલીમ નથી મળી. આના કારણે હવે કેસો વધી રહ્યા છે ત્યારે પાલિકા પાસે તાલીમી સ્ટાફ અને સુરક્ષા ગીયરની પણ અછત છે.  
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પૂણે, સાંગલી અને પિંપરી- ચિંચવડ પાલિકાઓએ કોરોનાના ફેલાવા સામે આક્રમક અભિગમ અપનાવ્યો છે. જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું કે આ નિગમો વિભાગના સંપર્કમાં છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer