આજે રાત્રે નવ વાગે લાઈટો બંધ કરવાથી દેશમા `વીજળી ડુલ થવાનું'' જોખમ : રાઉત

આજે રાત્રે નવ વાગે લાઈટો બંધ કરવાથી દેશમા `વીજળી ડુલ થવાનું'' જોખમ : રાઉત
મોદીનો વિરોધ કરવા ખાતર વિરોધ : ભાજપ 
મુ`બઈ, તા. 4 : વડા પ્રધાન નરેદ્ર મોદીએ કરેલી અપીલ મુજબ પા`ચમી એપ્રિલે રાત્રે વાગે પોતાના ઘરમા` નવ મિનિટ માટે લાઈટ બ`ધ કરવાની કરેલી અપીલને અમલમા` મૂકવામા` આવે તો ટેક્નીકલ સમસ્યા સર્જાઈને મહારાષ્ટ્ર કે આખા દેશમા` અ`ધારપટ છવાઈ જાય એવો ભય છે એમ મહારાષ્ટ્રના ઉર્જા ખાતાના પ્રધાન નીતિન રાઉતે જણાવ્યુ` છે. ભાજપએ આ ભયને રદિયો આપતા જણાવ્યુ` છે કે નીતિન રાઉતનુ` નિવેદન ગેરમાર્ગે દોરનારુ` છે. રાત્રે બાર વાગ્યા પછી દરરોજ ઘરની લાઈટો બ`ધ થતી હોય છે. તેના કારણે કોઈ સમસ્યા સર્જાતી નથી. રાઉતનુ` નિવેદન મોદીનો વિરોધ કરવા ખાતર કરાયુ` છે, એમ ભાજપે ઉમેર્યું હતુ`. 
રાઉતે જણાવ્યુ` છે કે દેશમા` એક સાથે લાઈટો બ`ધ કરવામા` આવે તો વીજળીની માગણી ઘટશે. લોકડાઉનને લીધે વીજળીની માગ 23,000 મેગાવોટ ઉપરથી 13,000 મેગાવોટ થઈ ગઈ છે. તેથી જનરેશન અને સપ્લાય વચ્ચેનુ` ગણિત બગડયુ` છે. તેથી એકસાથે આખા ભારતની વીજળી ડુલ થવાનુ` જોખમ છે. તેથી નાગરિકોએ લાઈટો બ`ધ કરવાને બદલે ફક્ત દીવા, મીણબત્તી કે ટોર્ચ લાઈટ દ્વારા કોરોના વિરુદ્ધની લડતને બળ આપવુ` જોઈએ એમ ઉમેર્યું હતુ`. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer