સરકારના આદેશનું પાલન નહીં થાય તો લોકડાઉનનો સમયગાળો લંબાશે : રાજ ઠાકરે

સરકારના આદેશનું પાલન નહીં થાય તો લોકડાઉનનો સમયગાળો લંબાશે : રાજ ઠાકરે
મુંબઈ, તા. 4 : કોરોના વાઈરસને લીછધે બધે ચિંતા પ્રસરી છે. આમ છતાં દિલ્હીમાં મરકઝનો ધાર્મિક કાર્યક્રમ દુ:ખદાયક છે. જેઓને દેશ કરતાં ધર્મ મોટો લાગતો હોય અથવા આફતને ટાણે જ ષડયંત્ર કરવા એમ લાગતુ હોય એવા લોકોની સારવાર કકરવા કરતાં ગોળી મારી ઠાર કરવા જોઈએ એમ મનસેના વડા રાજ ઠાકરેએ જણાવ્યું છે.
રાજ ઠાકરેએ પત્રકારોએ જણાવ્યું હતું કે લોકો સરકારના આદેશનું ઉલ્લંઘન કરશે અને લોકડાઉનમાં બહાર નીકળશે તો લોકડાઉન લંબાવું પડશે. તેની માઠી અસર ઉદ્યોગધંધા અને સરકારની તિજોરી ઉપર પડશે. સરકારને પગાર પણ બે તબક્કામાં આપવો પડી રહ્યો છે. કરવેરાની આવક ઘટતા સરકારને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે. વસઈમાં મરકઝને પરવાનગી નકારવાની બાબત પ્રશંસનીય છે. ચૂંટણી ટાણે મુલ્લામૌલવી મતદાન કોને કરવું તે અંગે ફતવા બહાર પાડે છે. હવે તેઓ કેમ મૌન પાળે છે, એમ રાજ ઠાકરેએ ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer