કોરોનાની સારવાર હવે પાંચમોટી હૉસ્પિટલમાં જ થશે

કોરોનાની સારવાર હવે પાંચમોટી હૉસ્પિટલમાં જ થશે
ખાનગી હૉસ્પિટલના કોરોનાના દરદીઓને પણ આ હૉસ્પિટલમાં ખસેડાશે  
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ તા. 4 : કોરોના વાઈરસની સારવાર માટે ખાસ તૈયાર અને સજ્જ કરાયેલી પાંચ હોસ્પિટલોમાં જ  કોરોનાના અસરગ્રસ્તોની સારવાર કરવાનું મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે. એમાં કસ્તુરબા, સૈફી, સેન્ટ જ્યોર્જ, સેવન હિલ્સ અને નાણાવટીનો સમાવેશ છે. રાજ્ય સરકારે કોરોના વાયરસના દરદીઓની સારવાર માટે સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર તૈયાર કરવાનું નક્કી કરીને આ પ્રક્રિયાનો આરંભ પણ કરી દીધો છે. 
રાજ્યના મુખ્ય સચિવ અજોય મેહતાની ઓફિસમાં મળેલી આ સંબંધી બેઠકમાં રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટર ડો તાત્યાસાહેબ લહાણેએ દ્રઢ મંતવ્ય આપ્યું હતું કે મુંબઈમાં કસ્તુરબા અને સેવન હિલ્સ સહિતપાંચહોસ્પિટલોને માત્ર કોરોનાના દરદીઓની સારવાર માટે જ અનામત રાખવી જોઈએ. લહાણેએ કહ્યું હતું કે દરેક હૉસ્પિટલમાં જો દસથી વીસ બેડ કોરોનાના દરદીઓ માટે અનામત રાખવામાં આવશે તો અન્ય તમામ હોસ્પિટલોના દરદીઓ, ડોક્ટરો, નર્સો તેમ જ દરદીઓના સગા,સંબંધીઓમાં કોરોના વાયરસના ફેલાવાની શક્યતા ખૂબ જ વધી જશે.  આ બેઠકમાં લહાણેએ સ્પષ્ટ કહ્યું હતું કે કસ્તુરબા અને સેવન હિલ્સ કે જોગેશ્વરીના ટ્રોમા સેન્ટર એમ બેથી ત્રણ હૉસ્પિટલમાં જ કોરોનાના દરદીઓની સારવારની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી આ ખાસ હોસ્પિટલોમાં આપણે વાયરસના ફેલાવાને અટકાવતા જરૂરી પગલા અને સાવચેતી લઈ શકે. બધી હોસ્પિટલોમાં સચોટ રીતે આવા પગલા કે સાવચેતી લેવાનું મુશ્કેલ બની રહેશે, એવું મારૂં દ્રઢ મંતવ્ય છે. મોડી રાત્રે રાજ્ય સરકારના પ્રવક્તા ભુષણ ગગરાનીએ કહ્યું હતું કે સરકારે સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર તૈયાર કરવાનું કહ્યું છે અને આ પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે. સરકારને પણ લાગે છે કે અન્ય કે ખાનગી હોસ્પિટલોના કોરોનાના દરદીઓને પણ સરકારે જ્યાં કોરોનાની સારવારની ખાસ વ્યવસ્થા કરી છે એ હોસ્પિટલોમાં મોકલી આપવા જોઈએ. કસ્તુરબા હૉસ્પિટલમાં 120 બેડ છે જ્યારે સેવન હિલ્સમાં 700 દરદીઓની વ્યવસ્થા છે અને જરૂર પડયે આ સુવિધા 1,200 સુધી વધારી શકાય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer