હનુમાન જયંતી, મહાવીર જયંતી અને `શબ્બ-એ-બારાત''માં ઘરની બહાર નીકળશો નહીં : અજિત પવાર

હનુમાન જયંતી, મહાવીર જયંતી અને `શબ્બ-એ-બારાત''માં ઘરની બહાર નીકળશો નહીં : અજિત પવાર
મુંબઈ, તા. 4 : કોરોના વાઈરસના દરદીઓની સંખ્યા દરરોજ સતત વધી રહી હોવાથી તેને રોકવા બધાએ યોગદાન આપવું જોઈએ. આગામી દિવસોમાં તહેવારો છે. તેમાં ભીડ નિવારવા બધા ધર્મ અને જાતિના લોકો યોગદાન આપે એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું છે. પવારે નિવેદનમાં જણાવ્યું છે કે આવતા સોમવારે મહાવીર જયંતી તેમજ બુધવારે હનુમાન જયંતી અને મુસ્લિમોનો શબ્બ-એ-બારાતનો તહેવાર છે. આ તહેવારો માટે લોકોએ ઘરની બહાર નીકળવાનું અને ભીડ કરવાનું ટાળવું જોઈએ. મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા 550 સુધી પહોંચી છે. તેથી હિન્દુઓ, જૈનો અને મુસ્લિમોએ કોરોનાનું સંક્ટ વધુ ગંભીર બને નહીં એ રીતે વર્તવું જોઈએ એમ પવારે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer