કોરોના સામેનો જંગ જીતવો છે : જનજીવન અને અર્થતંત્રની સુરક્ષાના પગલાં લેવાઈ રહ્યા છે

કોરોના સામેનો જંગ જીતવો છે : જનજીવન અને અર્થતંત્રની સુરક્ષાના પગલાં લેવાઈ રહ્યા છે
શિરીષ મહેતા 
કોરોના સામે ભારતનો જંગ ચાલી રહ્યો છે. આ જંગ જીતીને જ રહેશું તેવો આત્મવિશ્વાસ સરકારને, વહીવટીતંત્રને, તબીબી સમુદાયને, પોલીસતંત્રને અને પ્રજાના બહોળા વર્ગને છે. આ વિશ્વાસને વધારવા માટે  વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફરીથી  ટેલિવિઝન માધ્યમ મારફત પ્રજા સમક્ષ હાજર થઈને કહ્યું કે આ લોકડાઉનમાં કોઈ વ્યક્તિ પોતાને એકલી ન સમજે કારણ કે  દેશના પ્રત્યેક પ્રજાજનને 130 કરોડ દેશવાસીઓનું પીઠબળ છે. લોકડાઉનના આ દિવસોમાં ઘરમાં રહીને  સામાજિક સંપર્ક ટાળવાની વડા પ્રધાનની અપીલનો અદભુત પ્રતિસાદ  દેશવાસીઓ આપી રહ્યા છે ત્યારે લોકસંપર્ક ટાળવાના સરકારના ફરમાનનો સરેઆમ અનાદર કરી મૌલાના શાદએ નિઝામુદ્દીનમાં દેશ-વિદેશમાંથી હજારો મુસ્લિમોને તબલીધી જમાતના મેળાવડામાં તેડાવ્યા તેથી કોરોના સામેના જંગને મોટો ધક્કો લાગ્યો છે. 
મેળાવડામાં હાજર રહેલામાં ઘણા કોરોનાગ્રસ્ત હતા. તેઓ  કોરોનાના વાહક બનીને દેશભરમાં પથરાઈ ગયા. ત્યાર બાદ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અને મૃત્યુનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સરકાર જયારે કોરોના સામેનો જંગ લડી રહી છે ત્યારે આ એક નાપાક હરકતને કારણે તેનું કામ અનહદ વધી ગયું છે. આ વાહકોને અને તેઓ જેમના પણ સંપર્કમાં આવ્યા હોય તેમને શોધવાનું કામ સરકાર માટે વિરાટ અને વિકટ છે. સરકાર આ વાહકોને કાશ્મીરથી કન્યાકુમારી અને છેક આંદામાન સુધીયુદ્ધના ધોરણે  શોધી શોધીને લાવી રહી  છે અને તેઓ જેમના સંપર્કમાં આવ્યા તેવા લોકો અને સ્થળ તથા વિસ્તારોને કોરેન્ટાઇન કરી રહી છે જેથી રોગ ફેલાતો અટકે. 
મૌલાના શાદના આ કૃત્ય ઉપર દેશભરના મુસ્લિમ અને બિનમુસ્લિમ સંગઠનો તરફથી ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે કોરોનાના દર્દીઓને શોધી તેમની સારવાર કરવા જઈ રહેલા ડોકટરો અને નર્સ ઉપર પથરા ફેંકવાની અને થુંકવાની ઘૃણાજનક ઘટનાઓછેવાડાના  સમાજના નીચલા અને ગરીબોમાં પણ ગરીબો, મહિલાઓ, શ્રમજીવીઓ , પેંશનરોની રોકડ નાણાંથી લઇ અનાજ અને તેને રાંધવા માટે રાંધણ ગેસના સિલિન્ડરોની જરૂરિયાતો પુરી કરવા માટે 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાના રાહત પગલાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કર્યા તે પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ વ્યાજ દરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો અને નાનામોટા ઉદ્યોગો, ક્રેડિટ કાર્ડ ધારકોના તથા હાઉસિંગ લોનના હપ્તાની મુદ્દલ અને વ્યાજની રકમની વસૂલી ત્રણ મહિના સુધી નહીં કરવાની બેન્કોને સૂચના આપી. આ રીતે આરબીઆઇએ વિવિધ સ્વરૂપે અર્થતંત્રમાં 3 લાખ 74 હજાર કરોડ રૂપિયાની નાણાં પ્રવાહિતા દાખલ કરી છે. આ કપરા સમયમાં કર્મચારીઓના પગાર નહીં કાપવાની સૂચના ઉદ્યોગોને આપવામાં આવી છે. 
કોરોનાને કારણે વિશ્વ અર્થતંત્ર મંદીની કગારે આવીને ઊભું હોવાની ચેતવણી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ આપી છે પરંતુ સરકારના આ સર્વસમાવેશક પગલાંની અસરથી ભારત આ મંદીમાંથી બચી જશે તેવી જોરદાર શક્યતા યુનોની સંસ્થા અંકટાડ જોઈ રહ્યું છે.  
અહીં એ વાતની નોંધ લેવી જોઈએ કે સરકારે એવા અનેક રાહતના  પગલાં જાહેર કર્યા છે જેની મુદત ત્રણ મહિનાની, જૂન મહિના સુધીની છે. અર્થાત, સરકારને પણ આશા છે કે ત્યાં સુધીમાં કોરોનાનો ઉપદ્રવ અને તેના કારણે અર્થતંત્રમાં સર્જાયેલી ખાનાખરાબી અટકવી શરૂ થઇ જશે. ઘાવને રુઝાતા સમય લાગશે પણ અત્યારે તો તેની અગ્રતા કોરોનાના ઉપદ્રવને અને તેને વકરાવતા ઉપદ્રવીઓને કાબુમાં લાવવાની છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer