એમસીએક્સ પર સોના-ચાંદીમાં મિશ્ર ટોન

એમસીએક્સ પર સોના-ચાંદીમાં મિશ્ર ટોન
ક્રૂડ તેલ વાયદામાં નરમાઇ   
મુંબઈ, તા. 4 : એમસીએક્સ  પર વીતેલા સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કુલ રૂ.45,120.16 કરોડનું અને ઓપ્શન્સમાં રૂ.790.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.  
સોનાના વાયદામાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં નરમાઈનો માહોલ હતો. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ સિવાયની તમામ ધાતુઓ વધી હતી.  ક્રૂડ તેલમાં 7,63,49,400 બેરલ્સના નોંધપાત્ર વેપાર સાથે વાયદામાં પ્રતિ બેરલ રૂ.166નો સાપ્તાહિક ઘટાડો થયો હતો. નેચરલ ગેસમાં મિશ્ર ચાલ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનન વાયદામાં સેંકડા ઘટી આવ્યા હતા. કપાસ પણ ઢીલુ હતું. એલચીમાં બેતરફી વધઘટ સામે મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો. 
કીમતી ધાતુઓમાં,  સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.43,646 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.43,716 અને નીચામાં રૂ.42,622ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.43,643ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.403 ઘટી રૂ.43,240ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.34,750 ખૂલી, સપ્તાહના અંતે રૂ.34 વધી રૂ.34,794 થયો હતો.
આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.34,899 અને નીચામાં રૂ.34,510 બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.4,262 ખૂલી, સપ્તાહના અંતે રૂ.62 વધી બંધમાં રૂ.4,309ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.4,326 અને નીચામાં રૂ.4,215 બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.43,155 ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.43,640 અને નીચામાં રૂ.42,666 સુધી જઈ સપ્તાહના અંતે રૂ.329ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.43,232ના ભાવ થયા હતા. 
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.41,346 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.41,592 અને નીચામાં રૂ.39,300ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.41,322ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.1,450ના ઘટાડા સાથે રૂ.39,872ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.41,410ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.41,500 અને નીચામાં રૂ.39,343ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.41,357ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.1,441ના ઘટાડા સાથે રૂ.39,916ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.41,856 ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.41,900 અને નીચામાં રૂ.39,730 સુધી જઈ સપ્તાહના અંતે રૂ.1,107 ઘટી બંધમાં રૂ.40,576ના ભાવ થયા હતા. 
બિનલોહ ધાતુઓમાં તાંબુ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.376.95 ખૂલી, સપ્તાહના અંતે રૂ.1.55 વધી રૂ.376.50 બંધ થયો હતો, જ્યારે નિકલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.860 ખૂલી, સપ્તાહના અંતે રૂ.4.90 વધી બંધમાં રૂ.864.90ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમ-મિનીનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.134.75 ખૂલી, સપ્તાહના અંતે 70 પૈસા ઘટી રૂ.134.20, સીસું-મિની એપ્રિલ રૂ.132.60 ખૂલી, સપ્તાહના અંતે રૂ.1.80 વધી રૂ.134.45 અને જસત-મિની એપ્રિલ વાયદો રૂ.144.90 ખૂલી, સપ્તાહના અંતે 95 પૈસા વધી રૂ.145.55ના સ્તરે બંધ થયો હતો. 
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.1,795 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.1,823 અને નીચામાં રૂ.1,550 બોલાઈ સપ્તાહના અંતે રૂ.166ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.1,621ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.130.20 ખૂલી, સપ્તાહના અંતે રૂ.2.40 ઘટી રૂ.127.50 થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.132.50 અને નીચામાં રૂ.124.30 બોલાયો હતો. 
કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.16,620ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.16,640 અને નીચામાં રૂ.15,810ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.16,550ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.440ના ભાવઘટાડા સાથે રૂ.16,110ના સ્તરે બંધ થયો હતો. 
કપાસનો એપ્રિલ-20 વાયદો 20 કિલોદીઠ રૂ.955 ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.958 અને નીચામાં રૂ.934 બોલાઈ, સપ્તાહના અંતે રૂ.11.50 ઘટી રૂ.937.50ના સ્તરે બંધ થયો હતો. 
એલચીનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.1,854.60ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.2,083.30 અને નીચામાં રૂ.1,835.50 બોલાઈ સપ્તાહના અંતે રૂ.153.50ના ઉછાળા સાથે રૂ.2,065.40ના સ્તરે બંધ થયો હતો, જ્યારે એલચીનો મે વાયદો કિલોદીઠ રૂ.1,891.50 ખૂલી, સપ્તાહના અંતે રૂ.109.30 ઘટી બંધમાં રૂ.1,840.70ના ભાવ થયા હતા. 
ક્રૂડ પામતેલ (સીપીઓ)નો એપ્રિલ વાયદો 10 કિલોદીઠ રૂ.647.70 ખૂલી, સપ્તાહના અંતે રૂ.1.10 વધી રૂ.645.10 બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.671 અને નીચામાં રૂ.641.40 બોલાયો હતો, જ્યારે મે વાયદો 10 કિલોદીઠ રૂ.648.50 ખૂલી, સપ્તાહના અંતે રૂ.1.90 ઘટી બંધમાં રૂ.641.70ના ભાવ થયા હતા. 
મેન્થા તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.1,060ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.1,119.10 અને નીચામાં રૂ.1,060 બોલાઈ, આગલા સપ્તાહનાં રૂ.1,085.50ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.30.30 વધી બંધમાં રૂ.1,115.80ના ભાવ થયા હતા. 
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 19.307 ટન, ચાંદીમાં 180.286 ટન, તાંબામાં 6,397.5 ટન, નિકલમાં 1,225.5 ટન, એલ્યુમિનિયમ-મિનીમાં 3,834 ટન, સીસું-મિનીમાં 2,607 ટન, જસત-મિનીમાં 10,659 ટન, ક્રૂડ તેલમાં 30,91,900 બેરલ્સ, નેચરલ ગેસમાં 1,33,66,250 એમએમબીટીયૂ, કપાસમાં 592 ટન, કોટનમાં 1,77,025 ગાંસડી, સીપીઓમાં 58,550 ટન, એલચીમાં 7 ટન અને મેન્થા તેલમાં 127 ટનના સ્તરે રહ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer