વિધાનપરિષદની ચૂંટણી પાછી ઠેલાઈ

ગૃહનું સભ્યપદ ઉદ્ધવ ઠાકરે 27મીએ પહેલા મેળવી નહીં શકે તો રાજીનામું આપવું પડશે
મુંબઈ, તા. 4 : કેદ્રના ચૂંટણી પંચે કોરોનાને લીધે મહારાષ્ટ્ર વિધાન પરિષદની આવતી 24મી એપ્રિલે ખાલી પડનારી નવ બેઠકો માટેની ચૂંટણી પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે. તેના કારણે મુખ્ય પ્રધાન ઉદ્ધા ઠાકરેનો વિધાન પરિષદમાં પ્રવેશ વિલંબમાં મૂકાઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ ગત 29મી નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેથી છ માસના સમયગાળામાં એટલે કે આવાલ 28મી મે પહેલા તેમણે વિધાનગૃહોના કોઈપણ એક ગૃહમાં સભ્યપદ મેળવવું આવશ્યક છે. આ બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન થાય તો તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે. બંધારણની કલમ 164(4) અનુસાર મુખ્ય પ્રધાન કે પ્રધાનપદ હાંસલ કર્યાના છ માસમાં વિધાનસભા કે વિધાન પરિષદનું સભ્યપદ હાંસલ કરવું જરૂરી છે.
શિવસેનાના નેતા અનિલ દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે બંધારણીય જોગવાઈની વાત સાચી છે.
 આમ છતાં ચૂંટણી પાછી ઠેલવાનો નિર્ણય પંચે લીધો છે. તેણે દેશ ઉપર આવી પડેલી કોરોના વાઈરસની આફત સહિત વિવિધ બાબતોને ધ્યાનમાં લીધા હશે, એમ દેસાઈએ ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer